ગુજરાત

gujarat

ETV Bharat / state

રથયાત્રાનું સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મોનિટરિંગ થશે, 94 જેટલા CCTV કેમેરા લગાવાયા - gujarati news

અમદાવાદઃ શહેરમાં  રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ખાસ આયોજન કરાયુ છે. રથયાત્રાના મોનિટરિંગ માટે સ્માર્ટ સિટી અમદાવાદ લિમિટેડ દ્વારા 45 જેટલા લોકેશન પર કુલ 94 સીસીટીવી કેમેરા લગાડાયા છે.

રથયાત્રાનું સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મોનિટરિંગ થશે, 94 જેટલા CCTV કેમેરા લગાવાયા

By

Published : Jul 3, 2019, 1:41 AM IST

અમદાવાદના મેયર બિજલ પટેલે માહિતી આપી હતી કે, રથયાત્રાનાં મોનિટરિંગ માટે લગાવેલા કેમેરા ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક થી સુસજ્જ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ અને કંટ્રોલ રૂમ સાથે કનેક્ટેડ છે. આ ઉપરાંત આ તમામ કેમેરાની લાઈવ ફીડ શાહીબાગ ખાતે આવેલ પોલીસ કંટ્રોલરુમ, તંબુ ચોકી, સરકીટહાઉસ DGP ઓફીસ અને મુખ્યપ્રધાનના નિવાસસ્થાને પણ આપવામાં આવેલ છે. મોનીટરીંગ માટે BSNL પાસેથી 500 MBPSની લીઝ લાઈન પણ લેવામાં આવી છે.

રથયાત્રાનું સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મોનિટરિંગ થશે, 94 જેટલા CCTV કેમેરા લગાવાયા

ABOUT THE AUTHOR

...view details