ગુજરાત

gujarat

ETV Bharat / state

World Tribal Day 2023: 91 હજારથી વધુ આદિવાસીઓને જંગલ જમીન અધિકારથી વંચિત રખાયા- કોંગ્રેસ

તારીખ 9 ઓગસ્ટ એટલે કે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આદિવાસી ભાઈઓ અને બહેનોને જંગલ, જમીનના અધિકારથી ભાજપ સરકારે વંચિત રાખ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. 34,129 અરજી પેન્ડિંગ હાલતમાં છે. હજી તે ઉપર કોઈ નિર્ણય લેવાયો નથી. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ કહ્યું કે, ગુજરાતના ગરીબ આદિવાસી સમાજની જંગલ જમીન અધિકારની નામંજૂર અરજીઓ ઉપર ફેરવિચારણા સરકારએ કરવી જોઈએ.

91 હજારથી વધુ આદિવાસીઓને જંગલ જમીન અધિકારથી વંચિત રખાયા: પાર્થિવરાજસિંહ કઠવાડિયા
91 હજારથી વધુ આદિવાસીઓને જંગલ જમીન અધિકારથી વંચિત રખાયા: પાર્થિવરાજસિંહ કઠવાડિયા

By

Published : Aug 9, 2023, 11:03 AM IST

91 હજારથી વધુ આદિવાસીઓને જંગલ જમીન અધિકારથી વંચિત રખાયા: પાર્થિવરાજસિંહ કઠવાડિયા

અમદાવાદ:રાજ્યસભામાં કેન્દ્ર સરકારે રજૂ કરેલ આંકડા મુજબ 91,183 આદિવાસીઓ જંગલ, જમીનના અધિકારથી વંચિત છે. તેમજ 57,054 અરજી નામંજૂર કરવામાં આવી છે. આમ કોંગ્રેસ રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યો હતો કે આદિવાસીઓને જે લાભ આપવો જોઈએ તે સરકાર દ્વારા આપી શક્યો નથી.

'તારીખ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે. પણ મારે દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે આદિવાસી ભાઈઓ બહેનોને જંગલ જમીનના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની યુપીએ સરકાર આદિવાસીઓ માટે જંગલ જમીન અધિકાર કાયદો લાવી અને ગરીબ આદિવાસીઓને જમીન મળે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.' -પાર્થિવરાજસિંહ કઠવાડિયા (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા)

જંગલ જમીન અધિકારથી વંચિત: રાજ્યસભામાં તારીખ 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ અપાયેલ વિગત મુજબ ગુજરાત રાજ્યના 91,183 આદિવાસીઓને જંગલ જમીન અધિકારથી વંચિત રખાયા છે. જંગલ જમીન કાયદા હેઠળ અરજી કરનારમાંથી 49.8 ટકા આદિવાસી ભાઈઓ બહેનો તેમના લાભથી વંચિત રહ્યા છે. ગુજરાતના 57,054 આદિવાસીઓને જંગલ જમીનના અધિકારની અરજીઓને નામંજૂર કરવામાં આવી છે. 34,129 અરજી પેન્ડિંગ હાલતમાં છે. હજી તે ઉપર કોઈ નિર્ણય લેવાયો નથી.

મોટી મોટી જાહેરાતો:પાર્થિવરાજે વધુમાં કહ્યું હતું કે, ભાજપ દ્વારા આદિવાસીઓ માટે મોટી મોટી જાહેરાત થાય છે, જ્યારે ગરીબ વંચિત આદિવાસીઓને અધિકારો આપવાની વાત હોય ત્યારે તે આદિવાસીઓને લાભથી વંચિત રાખવામાં આવે છે. ગુજરાત રાજ્યની 16,000 હેક્ટરથી પણ વધારે જમીનને બિન જંગલ ઉપયોગમાં લેવામાં આવી છે. અલગ અલગ કાયદા લાવીને ગરીબ આદિવાસીઓની જમીન છીનવી પોતાના મળતીયાઓને લાભ માટેનું વ્યવસ્થા તંત્ર થઈ ગયું હોય તેમ છે. કઠવાડિયાએ ઉમેર્યું હતું કે ગુજરાતના ગરીબ આદિવાસી સમાજની જંગલ જમીન અધિકાર નામંજૂર અરજીઓ ઉપર ફેરવિચારણા સરકારે કરવી જોઈએ. જંગલ જમીન અધિકાર પેન્ડિંગ અરજી પર ત્વરિત નિર્ણય થાય તેવી સરકાર સમક્ષ માંગ કરીએ છીએ.

  1. Ahmedabad News : એએમસી નર્સરીમાં ગાંજાનો છોડ મળ્યો, બીજી આ જગ્યાએ પણ મળ્યો, કોર્પોરેશને બચાવ કર્યો
  2. Ahmedabad Municipal Corporation: ધારાસભ્યની ના વપરાયેલ ગ્રાન્ટ AMCને મળશે, ત્રણ કરોડ જેટલી રકમ કોર્પોરેશનને પ્રાપ્ત

ABOUT THE AUTHOR

...view details