ગુજરાત

gujarat

ETV Bharat / state

વસ્ત્રાપુરમાં હોટેલમાં દારૂની મહેફિલ માણતા વેપારી નબીરાઓ ઝડપાયા - Gujarat Crime News

અમદાવાદ વસ્રાપુરમાંથી એસ એન બ્લૂ હોટેલમાં દારૂની મહેફીલ માણતા નવ નબીરાઓની વસ્રાપુર પોલીસે ધરપકડ કરી છે.ત્યારે પકડાયેલા આરોપીઓ વેપારીઓ હોવાથી કેટલાક મિત્રો પાલનપુરથી આવ્યા હતા અને અમુક મિત્રો અમદાવાદના ભેગા મળી મહેફિલનું આયોજન કર્યું હતું. જેમાં બે યુવતીઓ પણ ઝડપાઇ હતી. પોલીસે નબીરાઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાપુરમાં હોટેલમાં દારૂની મહેફિલ માણતા વેપારી નબીરાઓ ઝડપાયા
વસ્ત્રાપુરમાં હોટેલમાં દારૂની મહેફિલ માણતા વેપારી નબીરાઓ ઝડપાયા

By

Published : Jun 30, 2021, 2:35 PM IST

  • હોટેલમાં દારૂપીવા ભેગા થયેલા વેપારી નબીરાઓને વસ્ત્રાપુર પોલોસે ઝડપ્યા
  • નબીરાઓએ હોટેલમાં સ્પેશિયલ દારૂ પીવા માટેજ રૂમ બૂક કરાવ્યો
  • વસ્ત્રાપુર પોલીસે આરોપીઓ પાસેથી દારૂની એક બોટલ કબજે કરી

અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસે એસ એન બ્લૂ હોટેલમાં દારૂની મહેફીલ માણતા નવ નબીરાઓની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ દારૂની મહેફીલમાં બે મહિલાઓ પણ સાથે હતી પણ મહિલાઓએ દારૂ નહિ પીધો હોવાથી પોલીસે તમને જવા દીધી છે. એટલું જ નહીં પકડાયેલ આરોપીઓ વેપારીઓ હોવાથી કેટલાક મિત્રો પાલનપુરથી આવ્યા હતા અને અમુક મિત્રો અમદાવાદના ભેગા મળી મહેફિલનું આયોજન કર્યું હતું.

વસ્ત્રાપુરમાં હોટેલમાં દારૂની મહેફિલ માણતા વેપારી નબીરાઓ ઝડપાયા

આ પણ વાંચોઃરાજકોટના પાણીના પાઉચની આડમાં દેશી દારૂનું વહેંચાણ

વસ્ત્રાપુર પોલીસે દારૂની એક બોટલ કબજે કરી

જોકે આ અંગે પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરીને નવ જેટલા નબીરાઓની ધરપકડ કરી હતી. જેમાં ત્રણ લોકોના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, પકડાયેલા આ નબીરાઓએ હોટેલમાં સ્પેશિયલ દારૂ પીવા માટેજ રૂમ બૂક કરાવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે આરોપીઓ પાસેથી દારૂની એક બોટલ કબજે કરી છે. હાલ આ વેપારી નબીરાઓને દારૂની મહેફિલ કરવી ભારે પડી અને હવે જેલ જવાનો વારો આવ્યો છે, ત્યારે આ વેપારીઓ સાથે બે યુવતીઓ પણ ઝડપાઇ હતી પરંતુ યુવતીઓએ દારૂ ન પીધો હોવાથી તેમને જવા દીધી હતી, ત્યારે પોલીસે નબીરાઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details