ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી પ્રચારનો ધમધમાટ, ભાજપે 89 નેતાઓને ઉતાર્યા મેદાને - bjp candidate

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીકમાં(Gujarat Assembly Elections) છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા દરેક રાજકીય પાર્ટી એલર્ટ મોડમાં(Political party in alert mode) જોવા મળી રહી છે. ત્યારે ભાજપ દ્વારા આવતીકાલથી મહાચૂંટણી અભિયાન શરૂ કરવામાં આવશે. ભાજપ ચૂંટણીના(bhartiya janta party) પ્રથમ તબક્કાની 89 બેઠકો પર શક્તિ પ્રદર્શન કરશે. ભાજપના 89 નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતરશે.

ભાજપ દ્વારા આવતીકાલથી મહાચૂંટણી અભિયાન
ભાજપ દ્વારા આવતીકાલથી મહાચૂંટણી અભિયાન

By

Published : Nov 17, 2022, 3:25 PM IST

Updated : Nov 17, 2022, 5:36 PM IST

અમદાવાદ:ગુજરાત વિધાનસભા ચૂંટણીના(Gujarat Assembly Elections) પડઘમ સંભળાઈ રહ્યા છે. વિધાનસભાનીચૂંટણીનો જંગ જીતવા દરેક રાજકીય પાર્ટી કમર કસી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખિયો જંગ છે. 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી માટે મતદાન થનાર છે. રાજકીય નેતાઓ ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ચૂંટણી જીતવા ભાજપે(bhartiya janta party) મોટી રણનીતિની તૈયારી કરી લીધી છે. ત્યારે ભાજપ દ્વારા આવતીકાલથી મહાચૂંટણી અભિયાન(election campaign) શરૂ કરવામાં આવશે. ભાજપના કેન્દ્રીય નેતાઓ અને મુખ્યપ્રધાન પ્રચારમાં ભાગ લેશે.

ભાજપનું શક્તિ પ્રદર્શન: ભાજપ ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર શક્તિ પ્રદર્શન કરશે. કેન્દ્રીય નેતૃત્વ સહિત 89 નેતાઓ જનસભામાં જોડાશે. વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ભાજપના 89 નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. કેન્દ્રીય નેતાઓ સહિત ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ જનસભા કરશે. ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે. હેમામાલીની, રવિ કિશન, મનોજ તિવારી પણ ગુજરાતમાં કેમ્પેઈન કરશે. મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ નખત્રાણા આવશે.

સ્ટાર પ્રચારકો હેલિકોપ્ટરની વ્યવસ્થા:ચૂંટણીના ધમધમાટ વચ્ચે ચૂંટણી પ્રચાર માટે ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી છે. ભાજપે ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો માટે 5 હેલિકોપ્ટર ભાડે મંગાવ્યા છે. સ્ટાર પ્રચારકો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પ્રચાર માટે જઈ શકે તે માટે હેલિકોપ્ટરની ભાજપે વ્યવસ્થા કરી છે. ગુજરાતમાં હવે સતત એક મહિના માટે વિવિધ રાજકીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોની અવર જવર રહેશે તેના માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજકીય પક્ષો દ્વારા જેટ સહિતના 9 ચાર્ટર્ડ એરક્રાફ્ટ, 6 ટ્વિન એન્જિન અગસ્તા હેલિકોપ્ટર અમદાવાદ, મુંબઇ અને દિલ્હીથી સ્પેશિયલ મગાવી 25 દિવસ માટે એડવાન્સમાં બુક કરવામાં આવ્યા છે. જેમાથી લકઝુરિયસ અગસ્તા હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યું છે.

Last Updated : Nov 17, 2022, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details