અમદાવાદમાં 350થી વધુ હોટલ માલિકોએ OYO નામની ઓનલાઈન સંસ્થાનો વિરોધ કર્યો હતો. આ સંસ્થા દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન એપ અલગ અલગ ચાર્જના નામે હોટલ માલિકો તથા ગ્રાહકો પાસેથી પૈસા વસુલતા હોવાની હોટલ માલિકોએ ફરિયાદ કરી છે. તો બીજી તરફ હોટલ માલિકોએ OYOને ફરિયાદ કરતા યોગ્ય જવાબ પણ મળતો ન હતો. જેથી તેના વિરોધમાં હોટલ માલિકો ઓનલાઇન એપ્લિકેશનના સંચાલક સાથે વાટાઘાટો કરશે.
અમદાવાદના 850 હોટેલ માલિકોએ OYO સામે ચઢાવી બાંયો - ઓનલાઇન એપ્લિકેશન OYO
અમદાવાદઃ આધુનિક જમાનામાં ટેક્નોલોજીના આવિષ્કારથી લોકો ઈન્ટરનેટ પરથી જ મોટાભાગના કામ કરી લેતા હોય છે, ત્યારે હોટલમાં રૂમ બુક કરાવવા માટે પણ હવે ઓનલાઇન એપ્લિકેશન ઉપલ્બધ છે. ઓનલાઇન એપ્લિકેશન OYO દ્વારા ગુજરાતના હોટલ માલિકો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પણ ગુજરાતના હોટલ માલિકોએ કરી છે.

ફાઈલ ફોટો
અમદાવાદના 850 હોટેલ માલિકોએ OYO સામે ચઢાવી બાંયો
ઉલ્લેખનીય છે કે, OYO તરફથી જે પ્રમાણે પ્રતિસાદ મળે છે તેને લઈને ગુજરાતના 850 હોટલ માલિકોએ બાંયો ચઢાવી છે. ખોટી રીતે વસુલેલા પૈસા પરત લેવા સોમવારે હોટલ માલિકો રજુઆત કરશે અને જો આ મામલે નિકાલ નહી આવે તે, OYO વિરુદ્ધ હાઇકોર્ટમાં જવાની ચીમકી પણ હોટેલ માલિકોએ ઉચ્ચારી છે.