અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. જેમાં અન્ય રાજ્યોમાંથી પણ લોકો સારવાર માટે આવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં કુપોષણના કારણે ડિસેમ્બર-2019માં 85 જેટલા નવજાત બાળકોના મોત થયા છે. તેમજ રાજકોટની પણ સિવિલ હોસ્પિટલમાં 134 નવજાત બાળકોના મોત થયા છે.
અમદાવાદમાં ડિસેમ્બર માસમાં સિવિલમાં 85 નવજાત બાળકોના મોત - Ahmedabad civil hospital news
અમદાવાદ: રાજસ્થાનમાં કોટાની સરકારી હોસ્પિટલમાં એક જ માસમાં 104 નવજાત બાળકોના મોત થયા હતા. આ મામલે ગુજરાત પણ પાછળ નથી. જેમાં ગુજરાતના પણ 2 અલગ શહેરોમાં નવજાત બાળકોનો મૃત્યુઆંક 219 જેટલો થયો છે. જેમાં અમદાવાદમાં 85 બાળકોના મોત થયા છે.
![અમદાવાદમાં ડિસેમ્બર માસમાં સિવિલમાં 85 નવજાત બાળકોના મોત ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5600186-thumbnail-3x2-amd.jpg)
અમદાવાદ
અમદાવાદમાં ડિસેમ્બર માસમાં સિવિલમાં 85 નવજાત બાળકોના મોત
માત્ર ડિસેમ્બર માસ જ નહીં પરંતુ ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ બાળકોના મોત થયા હતા. ત્યારે રાજસ્થાન સિવાય ગુજરાત રાજ્ય પણ બાળકોના મોત મામલે વિવાદોમાં છે.