ગાંધીનગર : ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિંડ 19 ના કેસ ની યાદી પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 712 જેટલા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં 21 જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 1927 જેટલા મૃત્યુ નોંધાયા છે, જ્યારે આજ હાલની પરિસ્થિતિ મુજબ 2,60,614 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે, જે પૈકી 2,57,522 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન છે. રાજ્યમાં કુલ 25,414 દર્દીઓને રજા આપવામાં આવી છે, જ્યારે કુલ એક્ટિવ કેસ 8057 છે, જ્યારે 68 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 712 કેસ, 21ના મોત - ગુજરાત કોરોના અપડેટ
રાજ્યમાં કોરોના વાઇરસ કહેર વરસાવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં છે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 712 જેટલા કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે છેલ્લા 24 કલાકમાં 473 કોરાના પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે જ્યારે કુલ 21 જેટલા લોકોના દર્દનાક મોત નિપજ્યા છે.
નવા કેસોની વિગત જીલ્લો/ કોર્પોરેશન કેસ
સુરત કોર્પોરેશન- 201
અમદાવાદ કોર્પોરેશન- 165
સુરત - 52
રાજકોટ- 36
વડોદરા કોર્પોરેશન- 34
વડોદરા- 27
વલસાડ -19
ભરૂચ- 15
રાજકોટ કોર્પોરેશન- 11
ગાંધીનગર- 11
નવસારી- 11
ભાવનગર કોર્પોરેશન- 10
બનાસકાંઠા 10
ખેડા 10
ભાવનગર 10
જુનાગઢ કોર્પોરેશન- 9
મહેસાણા- 8
અમદાવાદ- 7
અરવલ્લી- 7
કચ્છ -7
પાટણ- 6
સાબરકાંઠા- 6
સુરેન્દ્રનગર- 6
જામનગર- 6
ગાંધીનગર કોર્પોરેશન- 4
આણંદ- 4
ગીર-સોમનાથ- 4
મોરબી- 3
જામનગર કોર્પોરેશન- 2
પંચમહાલ- 2
મહીસાગર- 2
બોટાદ- 2
અમરેલી- 2
દાહોદ- 1
જુનાગઢ- 1
દેવભૂમી દ્વારકા- 1
નર્મદા- 0