અમદાવાદ : કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, તંત્રની દિવસ-રાતની મહેનત છતાં કોરોના વાઇરસના કિસ્સો દિવસેને દિવસે વધી રહ્યો છે.જેના અંતર્ગત18 ડોકટરો , 10 પેરામેડિકલ સ્ટાફ , સફાઈ કામદાર તથા સ્ટાફનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 70 થી વધુ કર્મીઓને કોરોના પોઝિટિવ થતા મનપાની ચિંતા વધી છે.
અમદાવાદ મનપાના 70 કર્મચારીઓ કોરોનાના ઝપેટમાં આવ્યા - AMC ના ફ્રન્ટ લાઇન વોરિયર્સ
રાજ્યમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે, તો અમદાવાદમાં કોરોના વાઇરસના દર્દીઓનો આંકડો 1400ને પાર પહોંચ્યો છે. ત્યારે AMC ના ફ્રન્ટ લાઇન વોરિયર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અત્યાર સુધી મનપાના કુલ 70 કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
કોરોનાને નાથવા માટે દિવસ-રાત મહેનત કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે.જેમાં ખાસ કરીને શાકભાજીનું વેચાણ કરતા લોકો,પેપરવાળા, દૂધવાળા અને દવા વાળાઓ ઉપર નજર રાખવાનું છે, કારણ કે આ બધા સુપરસ્પ્રેડર છે. આ લોકો જેટલાક વિસ્તારમાં જશે તે વિસ્તારમાં શાક લેવા આવેલા તમામ વ્યક્તિને કોરોના થવાનો ભય રહેલો છે, માટે આ લોકો પર મનપા ખાસ નજર રાખી રહી છે.
બીજી તરફ મ્યુનિસિપલ કમિશ્નરે કેસ વિશે સમજાવતા કહ્યું હતું કે, હાલમાં અમદાવાદમાં ચાર દિવસે કેસ ડબલ થઇ રહ્યા છે, આપણે હજુ પણ કઠોર પગલા લેવાની જરૂર છે. જો પ્રજા સહકાર આપશે તો 50 હજાર કેસ સુધી સિમિત રહીશું, કોઇ ચિંતાની જરૂર નથી, માત્ર સહકાર આપો.