અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરના રેલવે ફાટક મુક્ત કરવાની દરખાસ્તનાં ભાગરૂપે શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા જગતપુર રેલવે ક્રોસિંગ ખાતે રૂપિયા 66.72 કરોડનાં ખર્ચે રેલવે ફ્લાયઓવર બ્રીજ તૈયાર કરવાના કામને આજની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા 50 ટકા શેરીંગ તરીકે મંજૂરી મળી ગઇ છે. તે અનુસાર રેલવે ઓવરબ્રીજ તૈયાર કરવામાં આવશે. શહેરના મ્યુનિસિપલ કોમ્પ્યુનીટી હોલ, પાર્ટી પ્લોટ, ગાર્ડન તથા માર્ગને નામાભિકરણ કરવા નિર્ણય કર્યો છે.
વાડજ કોમ્યુનિટી હોલને પૂર્વ મેયર જોઇતારામ પટેલ કોમ્યુનિટી હોલ, વાસણા કોમ્યુનિટી હોલને પૂર્વ મેયર પ્રફુલ્લ બારોટ કોમ્યુનિટી હોલ, બહેરામપુરા પાર્ટી પ્લોટને પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બદરુદ્દીન શેખ પાર્ટી પ્લોટ, સૈજપુર ગાર્ડનને સ્વ. નરેશભાઇ નાંદોલિયા ગાર્ડન, જૈન સંઘના ગણનાયક ગચ્છાધિપતિ આચાર્યદેવ વિજય જયઘોષ સૂરિશ્વરજીની સ્મૃતિમાં બોડકદેવ વિસ્તારના સીતાવન ફાર્મ રોડને જૈનાચાર્ય જયઘોષ સૂરી માર્ગ નામભિકરણ કરાયું હતુ.
અમદાવાદના મ્યુનિસિપલ કોમ્પ્યુનીટી હોલ, પાર્ટી પ્લોટ, ગાર્ડન તથા માર્ગનું નામાભિકરણ થશે - Municipal Community Hall
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરના રેલવે ફાટક મુક્ત કરવાની દરખાસ્તનાં ભાગરૂપે શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા જગતપુર રેલવે ક્રોસિંગ ખાતે રૂપિયા 66.72 કરોડનાં ખર્ચે રેલવે ફ્લાયઓવર બ્રીજ તૈયાર કરવાના કામને સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું હતું કે, 44 કામો ચર્ચા વિચારણાંના અંતે મંજૂર કરાયા છે. ઉપરાંત 7 તાકીદના કામોને મંજૂર કરાયા છે. શહેરનાં વિવિધ પ્રોજેક્ટો માટે આર્કીટેકચરની એક્ટ હેઠળ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત શહેરના બહેરામપુરા તથા દાણીલીમડા વિસ્તારના રોડ રી સરફેસ કરવાના રૂપિયા 9.75 કરોડ તથા શાહીબાગ વિસ્તારમાં 7.11 કરોડના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. વટવા વિસ્તારમાં આવેલા વાનરવટ તળાવ, વટવા ગામ તળાવ, મહાલક્ષ્મી તળાવ, રોપડા ચાર રસ્તા પાસે આવેલા બબુન તળાવને સ્ટ્રોમ વોટર ગ્રેવીટી લાઇનથી ઇન્ટરલિંક કરવાના રૂપિયા 8.41 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે શાહઆલમ વિસ્તારમાં આવેલી શાહનગરમાં ડ્રેનેજ નેટવર્કના રૂપિયા 4.59 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. તો વાસણા વિસ્તારમાં આવેલા સ્ક્રેટીંગ રીંકને રૂપિયા 50 લાખના ખર્ચે નવીનીકરણ કરવાનો નિર્ણય કર્યો છે.