વર્ષ 2018-19 ના ઓડિટમાં કરોડો રૂપિયા ક્યા કામમાં વાપરવામાં આવ્યા અને આઉટફિટમાં 69,31,11,476 રૂપિયાનો હિસાબ મળી રહ્યો નથી. સાબરમતી રિવરફ્રન્ટ કંપની કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી ચાલે છે. ત્યારે પ્રજાના પૈસા ક્યાં ગયા તેનું ઓડિટ રિપોર્ટમાં નામો-નિશાન જોવા મળતુ નથી. ત્યારે વિપક્ષે ચીફ વિજિલન્સ તપાસ કરે તેવી ઊગ્ર માગ ઉઠી છે.
અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા રિવરફ્રન્ટમાં 69 કરોડનું કૌભાંડ - મેયર બીજલ પટેલ
અમદાવાદઃ શહેરની શાન તરીકે ઓળખાતા રિવરફ્રન્ટનું 2018-19 નું ઓડિટ સામે આવ્યું છે. જેમાં 69 કરોડનો ગોટાળો થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ત્યારે, આ ગોટાળાને લઈ પક્ષ અને વિપક્ષ નેતાઓ એકબીજા પર આક્ષેપબાજી કરતા જોવા મળ્યા હતા.
ફાઈલ ફોટો
રિવરફ્રન્ટનો સમગ્ર ગોટાળો સામે આવ્યા બાદ મેયર બીજલ પટેલ પૈસા ક્યાં ગયા તેની ચર્ચા કરવાને બદલે વિરોધ પક્ષ પર આક્ષેપબાજી કરી રહ્યા છે. મેયરે વિરોધ પક્ષના નેતા અને શર્માના આક્ષેપો પર જણાવ્યું કે, ઓડિટમાં ગોટાળાનો આક્ષેપ સાબિત કરવા માટે મિટિંગમાં હાજર રહેવું જરૂરી છે. વિપક્ષ નેતાએ હાજર રહીને ચર્ચા થવાની જરુર હતી અને શહેરમાં યોજાયેલ મિટિંગમાં ગેરહાજર રહીને આક્ષેપો કરવા તે યોગ્ય નથી.
Last Updated : Aug 17, 2019, 7:40 PM IST