ગાંધીજીના સિદ્ધાંતો અને આદર્શોને શૈક્ષણિક જીવનમાં અનુસરીને ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થા એટલે ગૂજરાત વિદ્યાપીઠ. મહાત્મા ગાંધીએ 1920માં સ્વતંત્ર સંગ્રામની શાળા રૂપે શરૂ કરેલી ગૂજરાત વિદ્યાપીઠની આજે કાંતણથી કમ્પ્યુટરની જ્ઞાન આપી રહી છે. હેતુસરના આદર્શો સાથે સ્થાપવામાં આવેલી આ સંસ્થા પોતાના મૂલ્યો-વિચારોને કારણે અલગ તરી આવે છે. પોતાના આગવા મૂલ્યો ધારાવતી આ સંસ્થા શિક્ષણ સિવાય વિદ્યાર્થીના જીવન ભણતર માટે વધારે ઉપરોયગી છે. આજે સમગ્ર દેશ ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે, ત્યારે ગૂજરાત વિદ્યાપીઠને પણ 99 વર્ષ પૂર્ણ થયા છે અને 100માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આમ, વિદ્યાપીઠના નોખા ઈતિહાસના સાક્ષી બની રહી છે.
આજે ગૂજરાત વિદ્યાપીઠનો 66મો પદવીદાન સમારોહ - આજે ગૂજરાત વિદ્યાપીઠનો 66મો પદવીદાન સમારોહ
અમદાવાદઃ મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો અને મૂલ્યો આધારિત શિક્ષણ આપતી સંસ્થા એટલે ગૂજરાત વિદ્યાપીઠ. આજે ગૂજરાત વિદ્યાપીઠનો 66મો પદવીદાન સમારોહ વિદ્યાપીઠ કેમ્પસમાં યોજાયો હતો. જેમાં ડિપ્લોમા અને ડિગ્રીના અભ્યાસક્રમોમાં ઉર્તીણ થનારા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. આ પદવીદાનના મુખ્ય મહેમાન તરીકે જાણીતા ઉદ્યોગપતિ અને વિપ્રોના સંસ્થાપક અજીમ પ્રેમજી હાજરી આપીને વિદ્યાર્થીઓને દિક્ષાત પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠ કેમ્પસમાં ગાંધી જીવનની ઝાંખી કરાવતો માહોલ જોવા મળી રહ્યો છે.
વિદ્યાપીઠની સ્થાપના 18 ઓક્ટોબર, 1920માં ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ મહાત્મા ગાંધી જ હતા, ત્યારબાદ બીજા કુલપતિ તરીકે દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ અને ત્રીજા કુલપતિ તરીકે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદો પણ સેવાઓ આપી હતી. દેશના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ પણ વિદ્યાપીઠના ચોથા કુલપતિ તરીકે સેવાઓ આપી હતી, ત્યારબાદ અનેક મહાનુભાવોએ વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે સેવા આપી. અહીં ગાંધીજીનો મૌન ખંડ અને સર્વધર્મ પ્રાથના ખંડ વિદ્યાપીઠની એક આગવી શોભા છે.
કાંતણથી કમ્પ્યુટર સુધીનું શિક્ષણ આપતી ગૂજરાત વિદ્યાપીઠ વ્યક્તિના સર્વાંગી વિકાસથી જીવન ઘડતર પર વધારે ધ્યાન આપે છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત તમામ સેવકો કર્મચારીએ ખાદીનો ગણવેશ પહેરે છે. અહીં દરરોજ અહિંસાની પ્રાર્થના સાથે રેંટિયો કાંતવા ફરજીયાત છે.કાંતણથી કમ્પ્યુટરનો અભ્યાસ કરાવતી ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતના દરેક જીલ્લામાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. અહીં રહેવા માટે છાત્રાલયની વ્યવસ્થા છે. અહીંના પુસ્તકાલયમાં અનેક પુસ્તકો અને સામાયિકો છે. જે વાંચક-રસિકોની ભૂખ સંતોષે છે. વિદ્યાપીઠમાં મોરારજી દેસાઈનું એક મ્યુઝિયમ અને આદિવાસી કલાનું એક મ્યુઝિયમ આવેલું છે. આમ, આજે પણ તમે ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાતે જાવ તો તમને ગાંધી વિચાર અને તેનું અમલીકરણ દેખાઈ આવે છે. અહીં ગાંધી વિચારનો ચુસ્તપણે અમલ કરતી વિદ્યાપીઠે ખરેખર સાચા અર્થમાં ગાંધી મૂલ્યોનું જતન કર્યું છે.