અમદાવાદ : દેશમાં હવે કોરોના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ કોરોના કેસની કુલ સંખ્યા 766 પહોંચી છે. ત્યારે ગદરોજ અમદાવાદમાં કુલ 66 કેસ નોંધાયા હતા જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાંથી કેસ સામે આવ્યા છે જેના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.
એક્ટિવ કેસમાં વધારો :Amc હેલ્થ અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ગતરોજ સુધી અમદાવાદ શહેરમાં કોરોનાના 66 કેસ નોંધાયા હતા. જેની સાથે કુલ એક્ટિવ કેસની સંખ્યા 766 પર પહોંચી છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કેસ બોડકદેવ, થલતેજ, નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેમાં દૈનિક 35 જેટલા દર્દીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોરર્પોરેશન હેઠળ આવેલ PHC અને SCS કેન્દ્રમાં હાલ દૈનિક 2000 જેટલા દર્દીનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જો હજુ પણ કેસમાં વધારો થશે તો ટેસ્ટીગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વેક્સિન જથ્થો ઉપલબ્ધ નથી. ગુજરાત સરકાર પાસે પણ વેક્સિનનો જથ્થો મંગાવવામાં આવ્યો છે. જે આગામી સમયમાં જથ્થો પ્રાપ્ત થશે હાલમાં અમદાવાદની બે ખાનગી હોસ્પિટલ પાસે જ વેક્સિન છે બાકી કોઈ હોસ્પિટલમાં પણ વેક્સિન ઉપલબ્ધ નથી.