ગુજરાત

gujarat

ETV Bharat / state

64 ટકા વકીલોએ હાઈકોર્ટમાં સંપૂર્ણ કામગીરી શરૂ કરવાનો મત દાખવ્યો - કોર્ટ

ગુજરાત સરકાર દ્વારા અનલૉક -1.0 જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તમામ પ્રકારની દુકાનો તબક્કાવાર ખુલી રહી છે. ત્યારે હાઇકોર્ટના બાર એસોસિએશને હાઇકોર્ટમાં રાબેતા મુજબ સુનાવણી કરવાની માગણી કરી છે.

64 ટકા વકીલોએ હાઈકોર્ટમાં સંપૂર્ણ કામગીરી શરૂ કરવાનો મત દાખવ્યો
64 ટકા વકીલોએ હાઈકોર્ટમાં સંપૂર્ણ કામગીરી શરૂ કરવાનો મત દાખવ્યો

By

Published : Jun 1, 2020, 7:51 PM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના બાર એસોસિએશન પ્રમુખ યતિન ઓઝાએ ચીફ જસ્ટિસને પત્ર લખી માગ કરી છે કે જો ગુજરાત સરકાર સચિવાલય શરૂ કરી શકે છે તો પછી હાઇકોર્ટમાં કેમ જૂની રીતે તમામ કોર્ટ શરૂ કરવામાં આવતી નથી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 64 ટકા વકીલોએ હાઇકોર્ટમાં સંપૂર્ણ કામગીરી શરૂ કરવાનો મત દાખવ્યો છે. સર્વેમાં 2400માંથી 1800 વકીલોએ કોર્ટની કામગીરી સંપૂર્ણરીતે શરૂ કરવાની અપીલ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની કમર્શિયલ દુકાનોને પણ મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે હાઇકોર્ટમાં પણ હવે કેસની સુનાવણી કરવામાં આવે.

નોંધનીય છે કે માર્ચ મહિનામાં જ્યારે અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો ત્યારે ગુજરાત હાઇકોર્ટ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે અરજન્ટ કેસની સુનાવણી કરવાનો આદેશ કર્યો હતો અને અત્યાર સુધી આજ રીતે કેસની સુનાવણી હાથ ધરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details