અમદાવાદઃ પોતાના નાના બાળકોને લઇને બેદરકારી રાખતા માતા-પિતા માટે આ કિસ્સો ચેતવણીરૂપ છે. શહેરના એરપોર્ટ રોડ પર સરણીયા વાસનો આ બનાવ છે. જયાં પાર્ક કરેલી ગાડીમાંથી એક 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. બાળક રમતા રમતા ગાડીમાં બેસી ગયો હતો અને દરવાજો લોક થઈ જતા ગાડીમાં જ ફસાઈ ગયો હતો. ગૂંગળામણના કારણે તેનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા છે. જેમાં એક મહિલાની પાછળ બાળક આવે છે અને ગાડીનો દરવાજો ખોલી અંદર બેસી જાય છે, ત્યારબાદ ગુંગળામણને કારણે તેનું મોત થાય છે.
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, કારમાં ફસાતા 6 વર્ષની બાળકીનું ગૂંગળામણના કારણે મોત - Gujarat Samachar
અમદાવાદની એક કરૂણ ઘટના સામે આવી છે. નાના બાળકને લઇને બેદર કારી દાખવતા માતા-પિતા માટે આ કિસ્સો ચેતવણી રૂપ છે. આ ઘટનામાં પાર્ક કરેલી ગાડીમાંથી એક 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળક રમતા રમતા ગાડીમાં બેસી ગયો હતો અને દરવાજો લોક થઈ જતા ગાડીમાં જ ફસાઈ ગયો હતો અને0 ગૂંગળામણના કારણે તેનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા હતા.
ઇન્દિરા બ્રિજ નજીક સરણીયા વાસમાં રહેતા બોળી બેન અને સવારે બંગલે કામ કરવા માટે ગયા હતા, ત્યારે તેમનો દીકરો અજય પણ તેમની સાથે આવ્યો હતો. જોકે, કામ પૂર્ણ કરીને પરત ફરતી વખતે માં દીકરો રોડ પર થી પસાર થઈ રહ્યા હતા અને અચાનક જ અજય તેની માતાથી વિખૂટો પડી ગયો હતો. આ ખબર પડતા જ બોળી બેને આસપાસના વિસ્તાર અને બંગલા પર તપાસ કરી હતી. તેમ છતાં પણ અજયની કોઈ ખબર મળી ન હતી. અંતે એક સ્થાનિકે કારમાં બાળકનો મૃતદેહ જોયો હતો અને અજયની માતાને આ બાબતની જાણ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. હાલમાં પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે, અજય તેની માતાની પાછળ પાછળ ચાલતો જાય છે અને અચાનક જ કારનો દરવાજો ખોલી કારમાં બેસી જાય છે. જેમાં ગૂંગળાઈ જવાથી તેનું મોત થયું હોવાની પોલીસની આશંકા છે.
પોલીસનું કહેવું છે કે, કાર છેલ્લા એક અઠવાડિયાથી અહીંયા પડી રહી હોય તેવું લાગી રહ્યું હતુ. જોકે, કારનો દરવાજો કેવી રીતે ખુલ્યો એ પણ એક તપાસનો વિષય છે. હાલમાં પોલીસ દ્વારા બાળકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપીને એફ એસ એલની મદદ લઇને વધુ તપાસ શરૂ કરી છે. બાળકના મૃતદેહનું પેનલ પી એમ કરાવવામાં આવશે. જેથી કરીને મૃત્યુનું સાચું કારણ જાણી શકાય. જ્યારે પોલીસ તપાસમાં જો કારના માલિકની કોઈ બેદરકારી જણાશે તો તેની સામે પણ પોલીસ કાર્યવાહી કરી શકે છે.