ગુજરાત

gujarat

ETV Bharat / state

Home Guard Civil Defense Day 2021: રાજ્યમાં 59માં હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણદળ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ - Home Guard and Civil Defense Force Foundation

રાજ્યમાં 59માં હોમગાર્ડ નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની ઉજવણી (Celebrate Home Guard Civil Defense 2021) કરવામાં આવી હતી. આ Home રાજ્યમાં 59માં હોમગાર્ડ નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની ઉજવણી ( Home Guard Civil Defense Day 2021) કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજર (Harsh Sanghvi was present this program) રહ્યા હતા. અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલ હોમગાર્ડ ભવનમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોરોના દરમિયાન અવસાન પામેલા યુવાનોના પરિવારજનોને પણ ઠંડક અપાઇ હતી, સાથે જ અનેક જવાનો અને અધિકારીઓને પણ "રાષ્ટ્રપતિ મેડલ" (Presidential Medal) આપવામાં આવ્યા હતા. આ વખતે કાર્યક્રમને ઐતિહાસિક ગણી શકાય કારણ કે, સૌથી વધુ મેડલ હોમગાર્ડ જવાનોને નામે થયા છે.

Latest News Of Ahmedabad: રાજ્યમાં 59માં હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણદળ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
Latest News Of Ahmedabad: રાજ્યમાં 59માં હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણદળ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

By

Published : Dec 7, 2021, 12:56 PM IST

  • હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણદળ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
  • લાલ દરવાજા હોમગાર્ડ ભવન ખાતે કરાઈ ઉજવણી
  • સિવિલ ડિફેન્સને મજબૂત કરવા સરકાર આયોજન કરી રહી છે : હર્ષ સંઘવી

અમદાવાદ: રાજ્યમાં 59માં હોમગાર્ડ નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની ઉજવણી ( Home Guard Civil Defense Day 2021) કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોલીસ જવાનો અને હોમગાર્ડસ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતનાગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજર(Harsh Sanghvi was present this program) રહ્યા હતા. લાલ દરવાજા ખાતે આવેલ હોમગાર્ડ ભવનમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે સિવિલ ડિફેન્સના (Civil Defense) જવાનો દ્વારા કોઈ પણ સમયએ આગ લાગે અથવા કોઈપણ હોસ્પિટલમાં જરૂર પડે ત્યારે સિવિલ ડિફેન્સના જવાનો કઈ રીતે કામ કરે છે, તેનું ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ડાંગી નૃત્ય પણ કરવામાં આવ્યું હતું.

Latest News Of Ahmedabad: રાજ્યમાં 59માં હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણદળ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
આ પણ વાંચો:યુદ્ધ સમયે આપવામાં આવતો ત્રીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'વીર ચક્ર' અભિનંદનના નામે

સિવિલ ડિફેન્સને મજબૂત કરવા માટે સરકાર આયોજન કરશે
ત્યારે આ પ્રસંગે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, સિવિલ ડિફેન્સને મજબૂત કરવા માટે સરકાર આયોજન કરી રહી છે તેમજ તેમની પાસે પુરતા સાધન સામગ્રી અંગે પણ સરકાર ચિંતિત છે. જ્યારે કોરોનામાં મૃત્યુ પામેલ હોમગાર્ડ જવાનોના પરિવારની જીવનભરની વ્યવસ્થા કરવા માટે જિલ્લા લેવલના અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં હોમગાર્ડ જવાનો તેમજ સિવિલ ડિફેન્સના જવાનોને યોગ્ય સાધન સામગ્રીઓ મળી રહે તે માટે આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો:Ahmedabad Crime : લગ્ન પ્રસંગમાં ચોર લુટેરા સામે પોલીસ ખાનગી ડ્રેસમાં મહેમાન બનીને કરશે રક્ષણ)

હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સને મજબૂત કરવા સરકાર આયોજન કરશે

ત્યારે આ કાર્યક્રમમાં હર્ષ સંઘવી દ્વારા મૃતક પોલીસ જવાનના પરિવારોને સાંત્વના આપવામાં આવી હતી જ્યારે આગામી સમયમાં હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સને વધારે મજબૂત કરવા માટે સરકાર આયોજન કરી રહી છે. સાથે જ અનેક જવાનો અને અધિકારીઓને પણ "રાષ્ટ્રપતિ મેડલ" (Presidential Medal) આપવામાં આવ્યા હતા. આ વખતે કાર્યક્રમને ઐતિહાસિક ગણી શકાય કારણ કે, સૌથી વધુ મેડલ હોમગાર્ડ જવાનોને નામે થયા છે.

ABOUT THE AUTHOR

...view details