અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ 1947થી અમદાવાદ શહેરની જનતાને જાહેર પરિવારની સેવા પૂરી પાડવામાં આવે છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે અમદાવાદ શહેરને અને તેની જનતાને પણ વધુમાં વધુ બસનો લાભ મળે તે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા 574 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.
મહિલાઓને મળશે પિક અવર્સ બસ:AMTSના ચેરમેન વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મહિલાઓને ધ્યાનમાં રાખીને દરેક ઝોનમાં કોઈપણ એક ગ્રુપ ઉપર જ્યાં મહિલાઓનો પ્રવાસીઓ વધારે હોય તે રૂટ પર પીક અવર્સમાં મહિલા બસ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેરની ફરતે આવેલ સરદાર પટેલ રિંગ રોડ પર બીજા તબક્કામાં અસલાલી થી સનાથલ વૈષ્ણોદેવી થી જુનાગઢ સુધીની બસ સેવા પણ શરૂ કરવામાં આવશે. સંસદ સભ્ય,ધારાસભ્ય અને કાઉન્સિલરની ગ્રાન્ટમાંથી ડેકોરેટિવ બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવશે.
દિવ્યાંગ બાળકોને વિનામૂલ્ય મુસાફરી:અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા દિવ્યાંગ પ્રવાસીઓને વિનામૂલ્ય પ્રવાસ કરવા દેવા માટે ફ્રી પોશ આપવાનો નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ના પાલડી, વાડજ, અખબારનગર, નરોડા, સારંગપુર, મણીનગર, હાટકેશ્વર તમામ ટર્મિનન્સ પર સીસીટીવી કેમેરા લગાવવા 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જ્યારે સરદાર પટેલની આજુબાજુમાં પૂર્વ વિસ્તારમાં એક અને પશ્ચિમ વિસ્તારમાં એક એમ બે પ્લોટ માં ડેપો બનાવવા માટે 4 કરોડની રકમ ફાળવવામાં આવી છે.
બસ સ્ટેન્ડ પર સોલર પેનલ લગાવવામાં આવશે:15માં નાણાપંચની ગ્રાન્ટ માંથી અંદાજિત 1.5 કરોડ રકમથી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટના મેમકો, મિલતનગર, પાલડી, વાસણા, વાડજ, અખબારનગર, નરોડા, સારંગપુર,મણીનગર, હાટકેશ્વર જેવા તમામ ટર્મિનલ્સ પર સોનલ પેનલ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં મેટ્રો રેલમાં વસ્ત્રાલ, એપરલ પાર્ક, થલતેજ જેવા વગેરે સ્ટેશનો પર બસ મુસાફરોને કનેક્ટિવિટી મળે તે રીતે આયોજન કરી બસ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રવાસીઓ બસ સ્ટેન્ડ પરથી જ પોતાના મોબાઈલ દ્વારા કઈ બસ ક્યારે આવશે. તેની જાણકારી મેળવશે અને તેમજ કોઈપણ ફરિયાદથી કરી શકશે તે માટે એક એપ્લિકેશન પણ અપડેટ કરવામાં આવશે.