ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં 56 નવા પોઝિટિવ કેસ, 42 કેસ માત્ર અમદાવાદના - 56 પોઝિટિવ કેસો

રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં 56 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકીના 42 કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. આ ઉપરાંત બોટાદમાં સૌ પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે.

કોરોના વાયરસના
કોરોના વાયરસના

By

Published : Apr 15, 2020, 11:52 AM IST

અમદાવાદ: પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો કુલ 56 પૈકીના 42 અમદાવાદ, 03 બરોડા, 06 સુરત, 01 બોટાદ, 03 પંચમહાલ, 01 ખેડામાં કેસ નોંધાયો છે. કેટલાક જિલ્લા એવા પણ છે. જેમાં હજુ સુધી એકપણ પોઝિટિવ કેસ નથી નોંધાયો. જેમાંનો બોટાદ જિલ્લો હતો, પરંતુ હવે બોટાદ જિલ્લામાં પણ 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.

મહત્વનું છે કે, છેલ્લા 12 કલાકમાં કોરોના વાયરસના કારણે 2 વ્યક્તિના મોત થયા છે. તેમજ એક પણ દર્દી ડિસ્ચાર્જ કરવામાં નથી આવ્યા.

ABOUT THE AUTHOR

...view details