ગુજરાત

gujarat

અમદાવાદમાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે 5000 જુના ન્યૂઝ પેપર્સનું એક્ઝિબિશન યોજાયું

By

Published : May 1, 2019, 9:16 PM IST

અમદાવાદઃ શહેરમાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પ્રોફેસર પ્રદીપ ત્રિવેદી દ્વારા જુના ન્યૂઝ પેપર્સનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. જેમાં પાંચ હજારથી વધુ અલગ અલગ દેશના ન્યૂઝ પેપરનું કલેક્શનનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે 5000 જુના ન્યૂઝ પેપરોનું એક્ઝિબિશન યોજાયું

સામાન્ય રીતે લોકો ન્યૂઝ પેપર એક વાર વાંચ્યા પછી તેને પસ્તીમાં આપી દેતા હોય છે. જો કે, ન્યૂઝ પેપરમાં છપાયેલી તમામ માહિતી એવી હોય છે જેને એક બે વાર વાંચવું ગમે પરંતુ આજના આ આધુનિક યુગમાં લોકો માત્ર ન્યુઝ પેપરને ભૂલતા જાય છે એવું લાગી રહ્યું છે. આજે અમદાવાદમાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે એક પ્રોફેસરે જુના અને અલગ અલગ દેશોના ન્યૂઝ પેપરનું એક્ઝિબિશન યોજયું હતું. આ એક્ઝિબિશનમાં અલગ અલગ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તેની મુલાકાત લીધી હતી. આ પ્રોફેસરે 5000થી વધુ ન્યૂઝ પેપરો એકઠા કર્યા છે, જેમાં 104થી વધુ દેશોના ન્યૂઝપેપર પણ સામેલ છે.

અમદાવાદમાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે 5000 જુના ન્યૂઝ પેપરોનું એક્ઝિબિશન યોજાયું

આ અલગ અલગ દેશના ન્યૂઝ પેપર માટે તેમને દેશવિદેશની એમ્બેસી સાથે સંપર્ક કરીને આ ન્યૂઝપેપર મેળવ્યા હતા. જેમાં તેમને બધા દેશોની ભાષા સમજવામાં પણ ઘણી મુશ્કેલી પડતી હતી છતાં પણ એમને આ અનોખો શોખ હતો કે જેથી આજે આ ન્યૂઝપેપરનું ભવ્ય કલેક્શન આજે તેમની પાસે છે. આ પ્રોફેસર એક લેખક પણ છે. જેમણે ઘણા પુસ્તકો અને લેખ લખ્યા છે. આ એક્ઝિબિશન યોજવા પાછળ પ્રોફેસરનો એક જ ઉદ્દેશ હતો કે, આ તમામ ન્યૂઝપેપર વિધાર્થીઓને ઉપયોગી બને ખાસ કરીને પત્રકારત્વ અને સાહિત્યલેખના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ઉપયોગી બને.

ABOUT THE AUTHOR

...view details