અમદાવાદઃ શહેરમાં કોરોનાની સ્થિતિ રોજ વધારે વિકટ થતી જાય છે. શાકભાજી વેચનારથી લઈને કરિયાણાના વેપારીઓ કોરોનાની ઝપેટમા આવી રહ્યા છે. જેને કારણે તેના સંપર્કમા આવતા લોકો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સોમવારે અમદાવાદના એસજી હાઈવે પર આવેલી બજરંગ સુપર માર્કેટનાં 5 કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે. આથી સુપર માર્કેટમાં આવતા અન્ય લોકોની તપાસ કરવી પણ હવે જરૂરી બની છે.
અમદાવાદની ચિંતામાં વધારો, SG હાઇવે પર સુપર માર્કેટના 5 કર્મીઓ કોરોનાની ઝપેટમાં - અમદાવાદમાં કોરોના વાઇરસ
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે સોમવારે SG હાઇવે પર સુપર માર્કેટના 5 કર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
Covid 19
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 374 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 28 લોકોના મોત થયા છે. જેથી રાજ્યમાં અત્યાર સુધી 1042 લોકો ઘરે પરત ગયા છે. જેમાં અમદાવાદમાં વધુ 274 કેસ નોંધાયા છે. તે સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 5428 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 80,060 કોરોનાનાૈ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 5944 ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.