- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના વિસ્ફોટ
- સિવિલ હોસ્પિટલના વધુ 5 સિનિયર ડૉક્ટરો કોરોનાની ઝપેટમાં
- ACBના ડૉક્ટરો પણ કોરોનાની ઝપેટમાં
અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે જ સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના વધુ 5 સિનિયર ડોક્ટર્સ કોરોનાથી સંક્રમિત થયા છે. સાથે જ ACBના ડોક્ટર્સ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.
અસારવા સિવિલના વધુ 5 સિનિયર ડોક્ટર્સ કોરોના સંક્રમિત ડોક્ટર્સમાં ફરી વધી રહ્યો છે કોરોના
વધતા જતા કોરોનાના કેસની વચ્ચે સિવિલ એસવીપી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલના 5 સિનિયર ડોક્ટર્સ કોરોનાગ્રસ્ત થયા છે. મહત્વનું છે કે, દિવાળી પહેલા પણ 65થી વધુ ડોક્ટર્સ કોરોના સંક્રમિત થયા હતા. હવે 20 ઓક્ટોબર બાદ કુલ 85 ડોક્ટર્સ કોરોનાગ્રસ્ત થયા છે.
અમદાવાદમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું
મહત્વનું છે કે, સોલા સિવિલના અડધો ડઝનથી પણ વધારે ડૉક્ટર કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે ત્યાં મેડિકલ સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. અત્યાર સુધી ટોટલ 462 જેટલા કોરોના વોરિયર્સ કોરોના સંક્રમિત થયા છે
કોરોના વોરિયર્સ સતત બની રહ્યા છે ભોગ
જે રીતે અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે તેને લઇને કોરોના વોરિયર્સમાં પણ સતત વધારો જાવા મળી રહ્યો છે. જેના પરથીએ પણ કહી શકાય કે અમદાવાદની પરિસ્થિતિ ફરી પહેલા જેટલી ગંભીર થઈ રહી છે.
ફક્ત સિવિલ હોસ્પિટલ જ નહિ પરંતુ સોલા સિવિલમાં પણ ડૉકટરો કોરોનામાં સપડાઈ રહ્યા છે. અગાઉ માર્ચ એપ્રિલમાં 192 થી વધુ ખાનગી અને સરકારી હોસ્પિટલના ડૉક્ટર કોરોનાના ભોગ બન્યા છે. હાલ એસ.વી.પીના સુપ્રિન્ટેન્ડેન્ટ સહિત ડૉકટરો કોરોનાનો ભોગ બન્યા છે.