વરસાદના વિરામને કારણે અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો વધ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદના વિરામને કારણે લોકોને ગરમીની અકળામણનો અનુભવ થઇ રહ્યો છે. આગામી વધુ પાંચ દિવસ સુધી વરસાદ ન પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા અમદાવાદીઓએ વધુ પાંચ દિવસ વરસાદની રાહ જોવી પડશે.
રાજ્યમાં વધુ પાંચ દિવસ વરસાદ નહિ પડે, ગરમીનો પારો રહેશે યથાવત
અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે ચોમાસામાં અત્યાર સુધીમાં માત્ર 24 ટકા વરસાદ જ વરસ્યો છે. આવનારા પાંચથી સાત દિવસ વરસાદ નહીં આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના ઉત્તર દક્ષિણ વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ આવનારા પાંચ દિવસમાં ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદ નહીં વર્ષે. જેને લઇ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.
અમદાવાદમાં વધુ પાંચ દિવસ વરસાદ નહિ પડે, ગરમી રહેશે યથાવત
દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસવાની શક્યતા છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં પવનો ફૂંકાવાની શકે છે.
Last Updated : Jul 16, 2019, 11:34 AM IST