ગાંધીનગર: ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ-19ના કેસની યાદી પ્રમાણે શનિવારે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 498 જેટલા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ફક્ત અમદાવાદમાં જ 289 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 498 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 29 લોકોના મોત - covid-19 update
રાજ્યમાં કોરોના વાઇરસ કહેર હજી સુધી યથાવત છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 498 જેટલા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ફક્ત અમદાવાદમાં જ 289 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ છેલ્લા 15 દિવસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ફક્ત એક જ દિવસ કોરોના પોઝિટિવનો આંક 250થી નીચે ગયો હતો.
કોરોના
જ્યારે છેલ્લા 24 કલાકમાં 29 જેટલા દર્દીઓના મૃત્યુ થયા છે. આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 1219 જેટલા મૃત્યુ નોંધાયા છે, જ્યારે હાલની પરિસ્થિતિ મુજબ 2,16,130 વ્યક્તિઓને કોવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે, જેમાંથી 2,09,391 વ્યક્તિઓ હોમ કોવોરોન્ટાઇન છે.
રાજ્યમાં કુલ 13,324 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 5074 છે અને 61 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
Last Updated : Jun 6, 2020, 10:11 PM IST