ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ જિલ્લામાં કુલ 460 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સંક્રમણ બન્યું જોખમી - અમદાવાદ ગ્રામ્યમાં કોરોના

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે સાંજ સુધીમાં નવા 22 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો કુલ આંકડો 460 પર પહોંચ્યો છે.

અમદાવાદ જિલ્લામાં કુલ 460 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સંક્રમણ બન્યું જોખમી
અમદાવાદ જિલ્લામાં કુલ 460 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સંક્રમણ બન્યું જોખમી

By

Published : Jun 10, 2020, 7:27 PM IST

અમદાવાદ: ધોળકા તાલુકામાં કોરોનાએ સદી વટાવતા 130 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે દસક્રોઈમાં 114, બાવળામાં 58 કેસ નોંધાયા છે. આ પહેલા 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

ધોળકા તાલુકાની જો વાત કરવામાં આવે તો કેડીલા ફાર્માસ્યુટિકલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યા બાદ બદરખા ગામમાં કેસ નોંધાતા કોરોના કેસમાં વધારો થયો હતો. હવે ધોળકા શહેરમાં પણ કોરોના ફેલાવવાનું શરૂ થયું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 79, ધંધુકામાં 24, વિરમગામમાં 33, બાવળામાં 58 અને માંડલ તાલુકામાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તો અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાથી 30 દર્દીઓના મોત નીપજ્યાં છે.


અમદાવાદ ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં 1.38 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 38 હજાર જેટલા ઘરોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારો જેમ કે બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 130 અને સાણંદમાં 79 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details