ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાને છેલ્લા 18 દિવસોમાં 44 ટી.પી. સ્કીમને આપી આખરી મંજૂરી - Approval of TP schemes

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં 3 વર્ષમાં ટી.પી./ડી.પી મંજૂરીની ત્રેવડી સદી પૂર્ણ થઇ છે. 2018 અને 2019 સતત બે વર્ષ ટી.પીની મંજૂરીના શતક પાર કર્યા બાદ 2020ના વર્ષના અંતિમ મહિનામાં છેલ્લા 18 દિવસોમાં 44 ટી.પી.સ્કીમને આખરી મંજૂરી આપી છે.

મુખ્યપ્રધાને 2020ના વર્ષના અંતિમ મહિનામાં છેલ્લા 18 દિવસોમાં 44 ટી.પી. સ્કીમને આખરી મંજૂરી આપી
મુખ્યપ્રધાને 2020ના વર્ષના અંતિમ મહિનામાં છેલ્લા 18 દિવસોમાં 44 ટી.પી. સ્કીમને આખરી મંજૂરી આપી

By

Published : Dec 27, 2020, 7:51 PM IST

  • ટી.પી.મંજુરીનું શતક ફરી એક વાર સતત ત્રીજા વર્ષે પણ પાર કર્યું
  • મુખ્યપ્રધાને 44 ટી.પી. સ્કીમને આખરી મંજૂરી આપી
  • 2020માં ટી.પી મંજૂરીનું વધુ એક શતક પાર

અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં 3 વર્ષમાં ટી.પી./ડી.પી મંજૂરીની ત્રેવડી સદી પૂર્ણ થઇ છે. 2018 અને 2019 સતત બે વર્ષ ટી.પીની મંજૂરીના શતક પાર કરવાને પગલે 2020માં પણ ટી.પી મંજૂરીનું વધુ એક શતક પાર કર્યું છે. મુખ્યપ્રધાને ટાઉન પ્લાનિંગના ત્રણેય તબક્કા ડ્રાફ્ટ, પ્રિલિમિનરી અને ફાઇનલને મહત્વ આપતા છેલ્લા 3 વર્ષમાં કુલ 108 ડ્રાફ્ટ સ્કીમ્સ, 85 પ્રિલીમીનરી તથા 107 ફાઇનલ ટી.પી.ને મંજૂરી આપી છે. મુખ્યપ્રધાને રાજ્યના શહેરી ક્ષેત્રોના વિકાસ સાથે આર્થિક, સામાજિક રીતે નબળા વર્ગો માટે આવાસ નિર્માણ, જાહેર સુવિધાઓ તેમજ આંતર માળખાકીય સવલતો માટે સત્તા તંત્રોને જમીન સંપ્રાપ્ત કરાવવાના અભિગમ સાથે આ અગાઉ 2018 અને 2019 ના વર્ષોમાં સતત 100 ટી.પીની મંજૂરીઓ મેળવી હતી.

મુખ્યપ્રધાને 2020ના વર્ષના અંતિમ મહિનામાં છેલ્લા 18 દિવસોમાં 44 ટી.પી. સ્કીમને આખરી મંજૂરી આપી

છેલ્લા 18 દિવસોમાં 44 ટીપી સ્કીમોને મંજૂરી

વિજય રૂપાણીએ કોરોના કાળમાં જન જીવન ઝડપભેર પૂર્વવત બનાવવા ન્યુ નોર્મલ નવી જીવન શૈલી થકી વિકાસ કામોને ગતિ આપવાની સંકલ્પબદ્ધતા સાથે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં છેલ્લા 18 દિવસોમાં 44 ટી.પી. સ્કીમને આખરી મંજૂરી આપી છે. મુખ્યપ્રધાને આ વર્ષે કોરોના સંક્રમણને કારણે આવેલી અડચણો છત્તા પણ વિકાસ કામોની 2020ની રફતાર જાળવી રાખી ટી.પી.મંજુરીનું શતક ફરી એક વાર સતત ત્રીજા વર્ષે પણ પાર કર્યું છે.

ટીપી સ્કીમોને ઓનલાઇન મંજૂરી

તેમણે 3 વર્ષમાં કુલ 300 થી વધુ ટી.પી./ડી.પી મંજુર કરી રાજ્યના નગરો મહાનગરોના નવતર આયોજન કાર્યોને ગતિ આપી છે. મુખ્યપ્રધાનએ તાજેતરમાં ગત ત્રીજી ડિસેમ્બરના રોજ ઓનલાઈન ડેવલોપમેન્ટ પરમીશન સિસ્ટમ (ODPS) 2.0ના લોન્ચિંગ વેળાએ ચાલુ વર્ષે પણ ટી.પી./ડી.પી મંજુરીમાં સદીનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો તે ફળીભૂત થયો છે.

11 શહેરોના ડેવલપમેન્ટ પ્લાન મંજુર

આ વર્ષે ટી.પી.ની સદીમાં 30 ડ્રાફ્ટ, 19 પ્રિલીમનરી અને 51 ફાઈનલ ટી.પી.નો સમાવેશ થાય છે. ઉપરાંત મુખ્યપ્રધાનએ ચાલુ વર્ષે 2020 માં કુલ 11 શહેરોના ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કર્યા છે. સુરતના ડેવલપમેન્ટ પ્લાનને આખરી મંજૂરી આપી વર્ષોથી મુલતવી રહેલી રિઝર્વેશનની સમસ્યાનો પણ અંત આણ્યો છે.

નિષ્ણાંતો સાથે મુખ્યપ્રધાને ચર્ચા કરી

મુખ્યપ્રધાને રાજ્યના નગરોમાં આંતર માળખાકીય સવલતો જેવી કે બ્રિજ, રસ્તા કે, ફાયર સર્વિસથી લઇ ડી.પી./ટી.પી. માટેના દરેક પ્રશ્નો માટે જરૂર જણાય ત્યાં ત્વરીત નિષ્ણાંતો, અધિકારીઓ, પ્રજાના પ્રતિનિધિઓ અને સંસ્થાઓ સાથે વિચાર વિમર્શ કરી-બેઠકો યોજી નિર્ણય લેવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. આ અભિગમના અનુસંધાને રાજ્ય સરકારે 2020 ના વર્ષમા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર, સહિત અન્ય નાના નગરોની વિવિધ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, ટાઉન પ્લાનિંગ સ્કીમ ત્રણ તબક્કામાં હોય છે. તેમાં ડ્રાફ્ટ, પ્રિલિમિનરી અને ફાઇનલ એમ ત્રણેય તબક્કાઓ અતિ મહત્વના હોય છે.

રાજ્યના મોટા શહેરોમાં સુઆયોજિત વિકાસ જરૂરી

રાજ્યના મોટા શહેરો કે, જ્યાં જમીનોના ભાવ વધુ હોય છે, ત્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમ બનવાથી સુઆયોજિત વિકાસ સાથે જમીનોનું પુનઃબંધારણ, બાંધકામ સચોટ રીતે થતાં વધુ એફ.એસ.આઈ. વપરાવાથી મકાનો એફોર્ડેબલ બની શકે છે. રાજ્ય સરકાર દ્વારા ડ્રાફ્ટ સ્કીમ મંજુર થયા પછી તુરંત જ રોડ રસ્તા અને આંતરમાળખાકીય સવલતોની કામગીરી થઈ શકે છે. જ્યારે પ્રારંભિક મંજૂરી મળવાથી પ્લાનના પૂર્ણ અમલીકરણ સાથે સત્તામંડળને પ્લોટોનો કબજો પ્રાપ્ત થાય છે. તો ફાઈનલ ટી.પી. મંજૂર થવાથી એરિયા બેટરમેન્ટ અને જમીનના આર્થિક વળતર મળે છે.

છેલ્લા ત્રણ વર્ષમાં 107 ફાઇનલ ટી.પી.ને મંજૂરી

મુખ્યપ્રધાને સુઆયોજિત નગર વિકાસના ત્રણ તબક્કા ડ્રાફ્ટ, પ્રિલિમિનરી અને ફાઇનલને મહત્વ આપતા છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 108 ડ્રાફ્ટ સ્કીમ્સ, 85 પ્રિલીમીનરી તથા 107 ફાઇનલ ટી.પી.ને મંજૂરી આપી છે. મુખ્યપ્રધાને વર્ષ 2020માં 51 ફાઈનલ ટી.પી.ને મંજૂરી આપી છે. તેમાં ઘણી સ્કીમો તો વર્ષોથી બોર્ડ ઓફ અપીલમાં અટવાયેલી હતી. તેને તેમણે ટાસ્ક સ્વરૂપે લેવડાવી અત્યાર સુધીમાં સૌથી વધુ ફાઈનલ ટી.પી.ને એક જ વર્ષમાં મંજૂરી આપી રેકોર્ડ સ્થાપ્યો છે.

આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવાનો હેતું

મુખ્યપ્રધાને જે ઝડપથી સ્કીમોને મંજૂરી આપી છે, તે જ ઝડપથી આનુષાંગિક કામો થાય તેવી સ્પષ્ટ સૂચના શહેરી વિકાસ અને ટાઉન પ્લાનિંગ ઓથોરિટીને આપી છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે મંજૂર કરાયેલી વિકાસ યોજનાઓમાં સમાવિષ્ટ થતા વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ જેવી કે રસ્તા, ડ્રેનેજ, પાણીની સુવિધા અને સ્ટ્રીટલાઈટ પૂરી પાડવા માટે સંબંધિત સત્તામંડળ દ્વારા અધિનિયમની જોગવાઈ હેઠળ નગર રચના બનાવવામાં આવે છે. જે રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયા બાદ સત્તા મંડળ રસ્તાઓની સુવિધા પૂરી પાડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details