ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: અસલાલી પોલીસ સ્ટેશનના બોગસ સ્ટેમ્પ અને સહી સિક્કાનો ઉપયોગ કરનાર 4 RTO એજન્ટની ધરપકડ - Ahmedabad Asalali Police Station

અમદાવાદ આરટીઓ કચેરી ફરી એકવાર વિવાદમાં આવી છે. તેનું કારણ આરટીઓ કચેરીની આસપાસ સક્રિય એજન્ટ છે. આરસી બુક માટેની કામગીરી માટે જરૂરી પોલીસના સહી સિક્કા વાળું લેટર બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં આરટીઓ એજન્ટની ધરપકડ કરી તપાસ કરવામાં આવતા અન્ય અનેક લોકોના નામ સામે આવ્યા છે.

અસલાલી પોલીસ સ્ટેશનના બોગસ સ્ટેમ્પ અને સહી સિક્કાનો ઉપયોગ કરનાર 4 RTO એજન્ટની ધરપકડ
અસલાલી પોલીસ સ્ટેશનના બોગસ સ્ટેમ્પ અને સહી સિક્કાનો ઉપયોગ કરનાર 4 RTO એજન્ટની ધરપકડ

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2023, 9:21 AM IST

અસલાલી પોલીસ સ્ટેશનના બોગસ સ્ટેમ્પ અને સહી સિક્કાનો ઉપયોગ કરનાર 4 RTO એજન્ટની ધરપકડ

અમદાવાદ:ગ્રામ્ય એસઓજીની ટીમે અસલાલી પોલીસ સ્ટેશનનો બનાવટી સિક્કો તેમજ પોલીસ સ્ટેશનના ક્રાઇમ રાઇટર એ.પી પરમારના નામનો બનાવટી સ્ટેમ્પ બનાવી ડુપ્લીકેટ આરસી બુક માટે બનાવટી પ્રમાણ પત્ર આપીને આરટીઓમાં રજૂ કરી આર સી બુક મેળવવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. વસ્ત્રાલ આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતા રફીક મિયા શેખ નામના બારેજાના શખ્સની આ મામલે ધરપકડ કરવામાં આવી છે.

"આરોપી દ્વારા 400-500 રૂપિયા લઈને ડુપ્લિકેટ આર.સી બુક કઢાવવા માંગતા વ્યક્તિને આ રીતે બોગસ સ્ટેમ્પ અને સહી સિક્કા સાથેનું પ્રમાણપત્ર બનાવી આરટીઓમાં જમા કરાવી આર.સી બુક મેળવતા હતા. આ આરોપી સાથે અનેક આરોપીઓ સામેલ હોય તેને પકડવાની તજવીજ ચાલુ છે."--મેઘા તેવાર,( Dysp, અમદાવાદ ગ્રામ્ય)

આરોપી પૂછપરછ: આ મામલે પકડાયેલા આરોપી રફીક મિયાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, અસલાલી પોલીસ સ્ટેશનનો સિક્કો ચાર વર્ષ પહેલા આરટીઓમાં આવતા ભરત પટણી નામના વ્યક્તિ પાસેથી બનાવ્યું હતું. તેમજ અસલાલી પોલીસ સ્ટેશનમાં 16 વર્ષ પહેલાં નોકરી કરતા ક્રાઇમ રાઇટર હેડ એ.પી પરમારને ઓળખતો હોવાથી તેના નામના બનાવટી સિક્કાઓ બનાવ્યા હતા. બાદમાં આરટીઓમાં વાહનોની આરસીબુક મેળવવા માટે આવતા વ્યક્તિઓ પાસેથી પૈસા લઈને કોમ્પ્યુટરમાં બનાવેલા નકલી પ્રમાણપત્રમાં વાહન માલિકી વિગતો લઈને તેમાં બનાવટી સિક્કા મારીને ડુપ્લીકેટ વાહનોની આરસીબુક કઢાવી આપતો હતો, આરસી બુક વાહન માલિકના ઘરે આરટીઓ કચેરીથી બારકોડ સ્ટીકર મારીને મોકલી આપતો હતો.

3 આરોપીઓની ધરપકડ: ભરત પટણીનું કોરોનાથી અવસાન થવાની પણ વાત સામે આવી છે. પોલીસે રફીકની કડકાઈથી પૂછપરછ કરતા બીજા 3 એજન્ટોના નામ બહાર આવતા પોલીસે અબ્દુલ કાદર, હિતેશ ઠક્કર અને ચિંતન શાહ નામના અન્ય 3 આરોપીની પણ ધરપકડ કરી છે. આ ત્રણ એજન્ટો રફીક પાસેથી સિક્કા અને લેટર મેળવતા હતા. હાલ તો પોલીસે તમામની ધરપકડ કરી છે. આરોપી નકલી RC બુક મહેશ પરમાર નામના પોસ્ટ મેનને આપીને RC બૂકની ડિલિવરી કરતો હોવાની પણ વાત સામે આવી છે. જોકે આ કેસમાં અન્ય 15 થી વધુ લોકોના નામ ખુલતા પોલીસે બીજા કેટલા એજન્ટોની સંડોવણી છે તેની પણ તપાસ હાથ ધરી છે.

  1. Ahmedabad Crime : ઠગાઈના ગુનામાં નિવૃત આઈપીએસના પુત્રની ગાંધીધામના રિસોર્ટમાંથી ધરપકડ, બે કેસમાં વોન્ટેડ
  2. Ahmedabad News: અમદાવાદમાં 4 કિલોથી વધુ ગાંજો લઈને ઓરિસ્સાથી આવેલો યુવક ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details