ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટથી 4 યાત્રાળુ સ્પેશિયલ ટ્રેન ઉપડશે

આગામી સમયમાં રાજકોટથી 4 યાત્રાળુ સ્પેશિયલ ટ્રેન ઉપડશે. રેલવે મંત્રાલયના જાહેર ઉપક્રમ IRCTCના અમદાવાદના ક્ષેત્રીય પ્રબંધક વાયુનંદન શુક્લાએ જણાવ્યું હતું કે, IRCTC દ્વારા રાજકોટથી ભારત દર્શન અને યાત્રાળુ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવશે.

Special tourist train
Special tourist train

By

Published : Oct 13, 2020, 3:17 AM IST

અમદાવાદ : રાજકોટથી 4 યાત્રાળુ સ્પેશિયલ ટ્રેન ઉપડશે. રેલવે મંત્રાલયના જાહેર ઉપક્રમ IRCTCના અમદાવાદના ક્ષેત્રીય પ્રબંધક વાયુનંદન શુક્લાએ જણાવ્યું હતું કે, IRCTC દ્વારા રાજકોટથી ભારત દર્શન અને યાત્રાળુ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવશે.

રાજકોટથી 4 યાત્રાળુ સ્પેશિયલ ટ્રેન ઉપડશે

દક્ષિણ દર્શન વિશેષ ટુરિસ્ટ ટ્રેન

  • આ ટ્રેન 9 નવેમ્બર, 2020થી 20 નવેમ્બર 2020 સુધી ચાલશે
  • આ ટ્રેન રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુવાયુર, તિરુપતિ અને મૈસુર ફેરવશે
  • આ ટ્રેનમાં સ્ટાન્ડર્ડ ક્લાસ અને કમ્ફર્ટ ક્લાસનું પેકેજ 13,860 રૂપિયા રહેશે

હરિહર ગંગે /રામ જન્મભૂમિ વિશેષ ટુરિસ્ટ ટ્રેન

આ ટ્રેન 23 નવેમ્બર, 2020થી 4 ડિસેમ્બર 2020 સુધી ચાલશે

આ ટ્રેન પુરી, કોલકાતા, ગંગાસાગર, ગયા, વારાણસી, અયોધ્યા અને ઉજજૈન જશે

આ ટ્રેનમાં સ્ટાન્ડર્ડ ક્લાસનું પેકેજ રૂપિયા 11,340 અને કમ્ફર્ટ ક્લાસના 13,860 રૂપિયા હશે

યાત્રાળુ સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન

આ ટ્રેન 16 જાન્યુઆરી, 2021થી 28 જાન્યુઆરી, 2021 સુધી દોડશે

આ ટ્રેન રામેશ્વરમ, મદુરાઈ, તિરુપતિ, મલ્લિકાર્જુન, પરલીવૈજનાથ, ઔનઢા નાગનાથ, ગ્રીષણેશ્વર, ત્રંબકેશ્વર અને ભીમાશંકર જશે

આ ટ્રેનમાં સ્ટાન્ડર્ડ ક્લાસનું 12,285 રૂપિયાનું પેકેજ છે. જ્યારે કમ્ફર્ટ ક્લાસનું 20,475 રૂપિયાનું પેકેજ હશે

યાત્રાળુ સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન

આ ટ્રેન 31 જાન્યુઆરી, 2021થી 10 ફેબ્રુઆરી, 2021 સુધી ચાલશે.

આ ટ્રેન ઉજ્જૈન, મથુરા, આગ્રા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર અને વૈષ્ણોદેવી જશે.

આ ટ્રેનમાં સ્ટાન્ડર્ડ ક્લાસનું ભાડું 10,395 રૂપિયા અને કમ્ફર્ટ ક્લાસનું પેકેજ 17,325 રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત ટ્રેનમાં યાત્રાળુઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારના સલામતીના ધોરણો અનુસાર જાહેર કરવામાં આવેલા કોરોના સલામતી સૂચનું પાલન કરવાનું રહેશે.

ABOUT THE AUTHOR

...view details