અમદાવાદ: અમદાવાદની બોડીલાઇન હોસ્પિટલ- પાલડી, સેવિયર એનેક્સ - આશ્રમ રોડ, તપન હોસ્પિટલ-સેટેલાઇટ અને તપન હોસ્પિટલ રખિયાલ-બાપુનગરમાં હવે કોરોનાની સારવાર નહી થઈ શકે. આ 4 હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે AMC દ્વારા ડિનોટિફાય કરી દેવામાં આવી છે.
આ ચાર હોસ્પિટલો સામે કેટલીક ફરિયાદો થઇ હતી. જેના કારણે મ્યુનિ. તંત્ર દ્વારા કોરોનાની સારવાર માટે નક્કી થયેલી હોસ્પિટલોની ચકાસણી માટે ઝોનલ આસી. પ્રોફેસર, ડે. હેલ્થ ઓફિસર, એસવીપી હોસ્પિટલના મેડિસીન વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, ઓએસડી એમ ચાર સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે.