અમદાવાદઃગુજરાતને પ્રથમવાર રાષ્ટ્રિય રમતોત્સવના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત(National Sports Festival in Gujarat) થયું છે. રાજ્યના 6 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગરમાં આ 36માં રાષ્ટ્રિય રમતોત્સવની વિવિધ 34 જેટલી રમતોનું આયોજન થશે. રાષ્ટ્રિય રમતોત્સવમાં હિસ્સેદારી એ દરેક રમતવીરનું એક સ્વપ્ન હોય છે કેમ કે આવા રમતોત્સવો તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા, અગાઉના કિર્તિમાન-રેકોર્ડ બ્રેક કરવા અને નવા સિદ્ધિ સિમાચિન્હો કિર્તિમાન સર કરવાનું સક્ષમ મંચ પ્રદાન કરે છે.
રાષ્ટ્રિય રમતોત્સવ છેલ્લે 2015માં કેરળમાં યોજાયો -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ખેલ-કૂદ, યુવા બાબતો તથા સાંસ્કૃતિક( National Sports Festival)પ્રવૃત્તિઓના પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાતે આ 36માં રાષ્ટ્રિય રમતોત્સવની જવલંત સફળતા માટેની તૈયારીઓ-આયોજન સક્ષમતાપૂર્વક શરૂ કરી દીધા છે. આ પ્રકારનો રાષ્ટ્રિય રમતોત્સવ છેલ્લે 2015માં કેરળમાં યોજાયો હતો. કોરોના રોગચાળા સહિત વિવિધ કારણોસર આ રમતો અત્યાર સુધી મુલત્વી રાખવામાં આવેલી હતી.
36માં રાષ્ટ્રિય રમતોત્સવનું ગુજરાતમાં આયોજન -ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાત વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઇ(National Sports Festival 2022) રહેલા 36માં રાષ્ટ્રિય રમતોત્સવના યજમાન રાજ્ય બનવા ઇન્ડીયન ઓલીમ્પિક એસોસિયેશનને કરેલી દરખાસ્તનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો છે.આના પરિણામ સ્વરૂપે 36માં રાષ્ટ્રિય રમતોત્સવનું ગુજરાતમાં આયોજન થવાનું છે. આ રમતોત્સવમાં એથ્લેટિકસ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જૂડો, ખો-ખો, કુશ્તી, કબડ્ડી અને મલખમ તથા યોગાસન જેવી ઇન્ડોર અને આઉટડોર રમતો સહિત 34 જેટલી રમતોમાં દેશભરના સાત હજારથી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત ઝળકાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
ગુજરાતમાં ખેલમહાકુંભની 2010થી શરૂઆત -ગુજરાતમાં ઓલિમ્પીકને આનુષાંગિક આવી રમતોના આયોજનથી વર્તમાન માળખાકીય સવલતો વધારવા સાથે તેનો શ્રેષ્ઠ ઉપયોગ પણ થશે. રમત-ગમત પ્રધાન હર્ષ સંઘવીએ આ 36મી નેશનલ ગેઇમ્સના આયોજન અને સફળતામાં ગુજરાત કોઇ જ કસર છોડશે નહિં તેવો વિશ્વાસ દર્શાવ્યો છે .તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત હવે સ્પોર્ટસ હબ બનવા ભણી આગળ વધી રહ્યું છે.હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેલમહાકુંભની 2010થી શરૂઆત કરાવી તેની જવલંત સફળતાથી આજે ગુજરાતમાં સ્પોર્ટસ કલ્ચર અને એક આખી ઇકોસિસ્ટમ ઊભી થઇ છે.
આ પણ વાંચોઃગોધરા: શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીના ચતુર્થ ખેલકુદ રમતોત્સવનો પ્રારંભ