અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન અમદાવાદ: 31મી ડિસેમ્બરને (31st december celebration) આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે 31st ડિસેમ્બરની પાર્ટીના આયોજનો અને અન્ય કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન (Action Plan by Ahmedabad City Police) બનાવવામાં આવ્યો છે. 31st અને નવા વર્ષની પાર્ટીમાં કોઈપણ રીતે યુવાનોને અડચણ ન પડે અને અસામાજિક તત્વો કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચાડે તે બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે અમદાવાદ શહેર પોલીસ એલર્ટ બની છે. (Ahmedabad city police alert on 31st December)
પોલીસની બાજનજર:અમદાવાદમાં 31st ડિસેમ્બરની પાર્ટીનું આયોજન શહેરમાં સૌથી વધુ સિંધુ ભવન રોડ, રિંગ રોડ, એસ.જી હાઇવે તેમજ સી.જી રોડ અને રિવરફ્રન્ટ ઉપર થતું હોય છે. તેમજ ખાનગી પાર્ટી પ્લોટ અને ક્લબ અને હોટેલમાં પણ 31st ની પાર્ટી ઉજવાતી હોય છે. તેવામાં શહેર પોલીસના હજારો જવાનો રાઉન્ડ ટુ ક્લોક બંદોબસ્ત અને પેટ્રોલિંગની કામગીરી કરશે. નવા વર્ષની ઉજવણીમાં જાહેર જગ્યાઓ પર ફટાકડા ફોડવા માટે 31stની રાત્રિના 11:55 વાગેથી 1st જાન્યુઆરીના 35 મિનિટ માટે મંજૂરી આપવામાં આવશે. અલગ અલગ પ્રકારની પ્રોહિબિશન અને ડ્રીન્ક એન્ડ ડ્રાઈવની સાથો સાથ શહેર એસઓજીની આઠ ટીમ ડ્રગ્સની બદીને દૂર માટે કાર્યરત રહેશે.
આ પણ વાંચો: ક્રિસમસ ડેની ડાર્કનાઈટ, બસ નદીમાં ખાબકતા 6 વ્યક્તિઓના મોત
SHE ટીમ રહેશે હાજર:શહેર પોલીસ દ્વારા અત્યારથી જ શહેરના લિસ્ટેડ બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સતત કોમ્બિંગ નાઈટનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. તેવામાં 31stને ધ્યાનમાં રાખીને મહિલાઓની સુરક્ષાને લઈને SHE ટીમ પણ સિવિલ ડ્રેસમાં અલગ અલગ પાર્ટીઓમાં અને કાર્યક્રમોમાં ફરજ બજાવશે અને રોમિયોગીરી કરતા શખ્સોને કાયદાનો પાઠ ભણાવશે. રોડ ઉપર ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસના અંદાજે 11,000 જેટલા પોલીસ કર્મચારીઓની સાથે 4,000 હોમગાર્ડના જવાનો સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં જોડાશે. દારૂ પીને અથવા તો દારૂની હેરાફેરી કરતા તત્વોને પકડવાની કામગીરી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.
ટેકનોલોજીનો કરાશે ઉપયોગ: મહત્વનું છે કે આ વર્ષે શહેર પોલીસ દ્વારા ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી બંદોબસ્તની કામગીરી કરવામાં આવશે. જેમાં શહેર પોલીસના રોડ રસ્તાઓ બંદોબસ્તમાં ઉભા જવાનો 700 જેટલા બ્રિથ એનેલાઇઝર, ડ્રગ ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરશે. શહેર પોલીસના કંટ્રોલરૂમ દ્વારા સીસીટીવી કેમેરાનું સર્વેન્સ અને 1200 જેટલા બોડીવોર્ન કેમેરામાંથી અનેક કેમરાનું લાઈવ મોનિટરિંગ કરીને શહેરની સલામતી માટે કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચો:CMએ કાંકરિયા કાર્નિવલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું આ સુશાસનનું આગવું ઉદાહરણ
સતત પેટ્રોલિંગની કામગીરી: શહેરમાં જે પણ જગ્યા ઉપર 31ની મોટી પાર્ટી કે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, તે જગ્યા ઉપર શહેર પોલીસ દ્વારા ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. સાથોસાથ રાત્રિના સમયે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેના માટે પાર્ટી પ્લોટ ક્લબની બહાર પોલીસના અધિકારીઓ સતત પેટ્રોલિંગની કામગીરી હાથ ધરશે. 14 જેટલી ટોઇંગ વાન, 8 ઈન્ટરસેપટર વાનની મદદ લેવામાં આવશે. આ કામગીરીમાં બંદોબસ્ત માટે 15 અલગ અલગ કંપનીઓ પણ પોલીસની સાથે તેનાત રહેશે. ખાસ કરીને મોડી રાત્રે 31st ની પાર્ટી કરીને ઘરે પરત ફરતી યુવતીઓની સલામતી માટે શહેર પોલીસ આખી રાત શહેરના રોડ રસ્તાઓ પર ખડે પગે ફરજ બજાવશે. સાથે પોલીસની બાઈકર્સ ટીમ પણ મોલ, માલ્ટીપ્લેક્સ સહિતના જાહેર રસ્તાઓ પર તૈનાત કરાશે. અમદાવાદ શહેર પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની એજન્સીઓ અને સાયબર ક્રાઇમ પણ સોશિયલ મીડિયા પર નજર રાખશે. (good bye 2022)