અમદાવાદ : વર્લ્ડ બેંકના 10 અધિકારી અમદાવાદની મુલાકાતે (10 World Bank officials are visiting Ahmedabad) આવ્યા છે. અમદાવાદમાં શહેરમાં ચાલતા અલગ અલગ પ્રોજેકટના સ્થળ પર જઈને નિરીક્ષણ પણ કરવામાં આવશે. આ સાથે અમદાવાદમાં ચાલતા વેસ્ટ વોટર ડિસ્ટ્રીબ્યુશન (Waste water distribution) જેવા અનેક પ્રોજેકટની આ મુલાકાત દરમિયાન આગળનું કામ કેવી રીતે કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે.અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરા અને અન્ય અધિકારી સાથે બેઠક પણ યોજવામાં આવશે.
આ પણ વાંચો:Fire Department Ahmedabad: અમદાવાદ ફાયર વિભાગની 50થી વધુ ગાડીઓ ધૂળ ખાઈ રહી છે, મેઇન્ટેનન્સ બાકી
અમદાવાદના વિવિધ પ્રોજેકટના સ્થળ જેવા કે, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,વેસ્ટ વોટર મેનેજમેન્ટ,ખારીકટ કેનાલ ડેવલમેન્ટ,સાબરમતી પ્રદુષણ,જેવા પ્રોજેકટનું વર્લ્ડ બેન્કના અધિકારી નિરીક્ષણ કરશે.
આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટમાં ફરી એકવાર છબરડો
વર્લ્ડ બેન્કના અધિકારી 10 દિવસ અમદાવાદની મુલાકાત આવ્યા છે. આ સમયગાળા દરમિયાન, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવશે. જેમાં અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરા અને કોર્પોરેશનના અન્ય અધિકારી સાથે બેઠક યોજવામાં આવશે.આ બેઠક ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે. કારણ કે, આ બેઠક બાદ જ કયા પ્રોજેકટમાં કેટલી ફાળવવાની જરૂરિયાત છે, તે નક્કી કરવામાં આવશે.