ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના 3 ધારાસભ્યોએ લીધા શપથ, કોંગી દિગ્ગજો રહ્યા હાજર - Assembly by-elections 2019

ગાંધીનગરઃ રાજ્યમાં યોજાયેલી છ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને ત્રણ ત્રણ બેઠકો મળી હતી. જેમાં ભાજપના ત્રણ ધારાસભ્યએ ગત મંગળવારે શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના રાધનપુર, થરાદ અને બાયડ બેઠકના વિજેતા ઉમેદવારોએ ગુરુવારે વિધાનસભા અધ્યક્ષ ચેમ્બરમાં 12:39 કલાકે શપથ ગ્રહણ કર્યા હતા.

The newly elected MLA of Congress will be sworn in today as MLA

By

Published : Nov 7, 2019, 2:12 AM IST

Updated : Nov 7, 2019, 4:39 PM IST

વિધાનસભાની છ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોને કારમી હાર આપી હતી. રાધનપુર બેઠકના ભાજપના ઉમેદવાર ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરના ટક્કર આપનાર કોંગ્રેસના રઘુ દેસાઈએ ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા.

કોંગ્રેસના 3 ઘારાસભ્યએ કર્યા શપથ ગ્રહણ

જ્યારે વર્ષોથી ભાજપના પ્રધાન પરબત પટેલની બેઠક થરાદ ઉપર એક હથ્થુ શાસન હતું. જેમણે પરાજિત કરીને વિજેતા બનનાર ગુલાબસિંહ રાજપુત, બાયડ બેઠક પર અલ્પેશ ઠાકોરના શિષ્ય ધવલસિંહ ઝાલને હરાવનાર જશુ પટેલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ચેમ્બરમાં શપથ ગ્રહણ કર્યા હતા.

આ અંગે વાત કરતાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે," ત્રણેય ધારાસભ્ય વિધાનસભગૃહમાં લોકો પ્રશ્નોની રજૂઆત કરે. પોતાના મતવિસ્તારમાં સફળતા મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી."

કોંગ્રેસના ધારાસભ્યો શપથ ગ્રહણ સમારોહ પહેલા વિધાનસભામાં વિપક્ષના હૉલમાં તમામ ધારાસભ્યોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પાટીદાર આંદોલનના કન્વીનર અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ સહિતના નેતા હાજર રહ્યાં હતા.

Last Updated : Nov 7, 2019, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details