ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના ઘાટલોડિયામાં ડબલ મર્ડર કેસમાં 3 વ્યક્તિની ઝારખંડથી અટકાયત - Ahmedabad Crime Branch

અમદાવાદમાં દિવાળી(Diwali in Ahmedabad)ના તહેવાર પહેલા ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યાની ઘટના બની હતી. આ ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચ(Ahmedabad Crime Branch)ની 4 ટીમ કામે લાગી હતી. સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક જણાયો હતો, જેની ઓળખ કરી પૂછપરછ કરતાં ઘાટલોડિયા(Ghatlodia) વિસ્તારમાં જ રહેતો હોવાનું જણાવ્યું હતું અને અન્ય એક શખ્સ સાથે મળીને હત્યા કરી એવું બહાર આવ્યું

અમદાવાદના ઘાટલોડિયામાં ડબલ મડર કેસમાં 3 વ્યક્તિની ઝારખંડના ખુટીથી અટકાયત કરી
અમદાવાદના ઘાટલોડિયામાં ડબલ મડર કેસમાં 3 વ્યક્તિની ઝારખંડના ખુટીથી અટકાયત કરી

By

Published : Nov 9, 2021, 8:48 AM IST

  • ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતી હત્યાનો મામલો
  • પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી
  • ઝારખંડમાંથી બે આરોપીઓની અટકાયત કરી
  • હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે મળી સફળતા

અમદાવાદઃ અમદાવાદમાં દિવાળી(Diwali in Ahmedabad)ના બે દિવસ પહેલાં ઘાટલોડિયા(Ghatlodia)માં સિનિયર સિટિઝનની લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. ઘાટલોડિયાના પારસમણિ એપાર્ટમેન્ટમાં દયાનંદ સુબરાવ અને તેમનાં પત્ની વિજયાલક્ષ્મી એકલા રહેતાં હતાં. ઘરમાં વૃદ્ધ દંપતી એકલું હતું ત્યારે અજાણ્યા શખ્સો ધરમાં ઘૂસી આવ્યા હતા, અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે વૃદ્ધ દંપતી પર હુમલો કરી દીધો હતો. જેમાં વૃદ્ધ દંપતીનાં મોત થયું હતું. જો કે, આ ઘટનાની જાણ થતા પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા.

આ દંપતીના ઘરે પ્રકાશ નામનો વ્યક્તિ ઘરકામ માટે નોકરી કરતો હતો, પરંતુ તેણે 3 મહિના પહેલાં નોકરી છોડી દીધી હતી, જેથી સોસાયટીમાં કામ કરવા આવતા અન્ય ઘરકામ કરનારાઓને પૂછપરછ કરવામાં આવી રહી હતી.

સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક ઘાટલોડિયાનો રહેવાસી હતો

આ ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચની 4 ટીમ કામે લાગી હતી. સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક જણાયો હતો, જેની પૂછપરછ કરતાં ઘાટલોડિયા વિસ્તારમાં જ રહેતો હોવાનું જણાવા મળ્યું હતું. જો કે શહેરભરમાં ચકચાર મચાવનારા દંપતીની હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડના બે શંકાસ્પદ પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં લૂંટ ન થઈ હોવાનું બહાર આવ્યું હતું. હવે ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી લૂંટના ઇરાદે, અંગત અદાવત તેમજ અન્ય કોઈ કારણોસર હત્યા કરી હતી કે કેમ એ અંગેની પૂછપરછ શરૂ કરી કરશે.

આ પણ વાંચોઃ બેડરૂમમાં વૃદ્ધ દંપતી લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું: ઘાટલોડિયામાં લૂંટના ઇરાદે હત્યા

આ પણ વાંચોઃ રાજકોટ લોકડાઉનમાં ડુપ્લીકેટ દારૂ બનાવી બ્રાન્ડેડ બોટલો વેચતા ઝડપાયા બંટી-બબલી

ABOUT THE AUTHOR

...view details