અમદાવાદ: અમદાવાદ શહેરમાંથી ફરી એક વખત એમડી ડ્રગ્સ(MD drugs seized) ઝડપાયું છે. અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે (Special Operations Group Crime Branch)29 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. SOGની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી(Information during Patrolling) મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જે મામલે પોલીસે એક યુવતી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી કુલ 6.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એમડી ડ્રગ્સનો જથ્થો આપનાર આરોપી સરફરાજ ખાન પઠાણ વોન્ટેડ હોય પકડવા માટે એસઓજી ક્રાઇમ એ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના શાહપુરમાંથી ઝડપાયું 29 ગ્રામ MD ડ્રગ્સ, 4ની ધરપકડ - 4ની ધરપકડ
અમદાવાદ શહેરમાંથી ફરી એક વખત એમડી ડ્રગ્સ(MD drugs seized) ઝડપાયું છે.અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે (Special Operations Group Crime Branch) 29 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. SOGની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતાં દરોડા પાડ્યા હતા. પોલીસે એક યુવતી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી કુલ 6.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એમડી ડ્રગ્સનો જથ્થો આપનાર આરોપી સરફરાજ ખાન પઠાણ વોન્ટેડ હોય પકડવા માટે એસઓજી ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
6.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત: અમદાવાદ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ચૂંટણીને પગલે અધિકારીઓની સૂચના અનુસાર ગેરકાયદેસર ગાંજો, ચરસ જેવા નાર્કોટિક્સ તથા નશાકારક પદાર્થોનું વેચાણ કરતા શખ્સોની ધરપકડ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે શાહપુરમાં ખાનપુર જે.પી ચોક ખાતે એક સફેદ કલરની i20 કાર ગેરકાયદેસર એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઉભી છે. બાતમીના આધારે SOG ક્રાઈમ બ્રાન્ચે ઘટનાસ્થળે દરોડા પાડ્યા હતા. દરમિયાન મેફેડ્રોનના જથ્થો સાથે એક યુવતી રહેનુમા જીવદાની સહિત ચાર શખ્સો શાહનવાજ ખાન, અંકિત શ્રીમાળી અને જેનીશ દેસાઈ રંગે હાથ ઝડપાયા હતા. તેઓની પાસેથી SOG ક્રાઈમ બ્રાન્ચે 29 ગ્રામ MD ડ્રગ્સ અને એક I-20 ગાડી સહિત 6,30,500ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મુખ્ય આરોપી વોન્ટેડ:આ સમગ્ર મામલે એમડી ડ્રગ્સનો જથ્થો આપનાર આરોપી સરફરાજ ખાન પઠાણ વોન્ટેડ હોય તેને પકડવા માટે એસઓજી SOG ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. આરોપીઓ પાસેથી મળી આવેલી કાર ખુશાલ કંસારા નામના યુવકની હોવાનું જણાવ્યું હતું. જોકે પકડાયેલા આરોપીઓ કેટલા સમયથી એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા અને આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં SOG ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.