અમદાવાદઃ ગુજરાતના ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના મેનેજમેન્ટના હોદ્દાઓ માટેની ચૂંટણીનું 5 સપ્ટેમ્બરેના રોજ આયોજન કરાવામાં આવ્યુ હતુ. મુખ્યત્વે આત્મનિર્ભર પેનલ અને પ્રગતિ પેનલ વચ્ચે સત્તા માટેની જંગ ખેલાઇ રહ્યી છે. આ ચૂંટણીઓ જુલાઈ મહિનામાં યોજાવાની હતી, પરંતુ કોરોના વાઇરસની મહામારીના કારણે 5 સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવી છે. ચૂંટણીઓમાં સમગ્ર ગુજરાતમાંથી મતદારો મત આપવા અહીં આવ્યા હતા, ત્યારે લગભગ 3000 જેટલા મતદારો આ ચૂંટણીમાં મતદાન કરે તેવી શક્યતાઓ હતી.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં 28 ઉમેદવારોએ ઝંપલાવ્યું, 2 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી - Gujarat Chamber of Commerce
ગુજરાતના ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના મેનેજમેન્ટ હોદ્દાઓ માટેની ચૂંટણી જુલાઈ મહિનામાં યોજાવાની હતી. પરંતુ કોરોના મહામારીના કારણે 5 સપ્ટેમ્બના રોજ તેની તૈયારી કરાવામાં આવી હતી.અમદાવાદના આશ્રમરોડ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના મુખ્ય બિલ્ડીંગ ખાતે આ ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 28 ઉમેદવારોએ ભાગ લીધો હતો અને તેમાંથી 2 સભ્યોએ ઉમેદવારી પાછી ખેંચી હતી.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના કેટલાક હોદ્દાઓ અગાઉ બિનહરિફ જાહેર થઈ ચૂક્યા છે. જ્યારે આ ચૂંટણીમાં પ્રગતિ પેનલે પોતાનો એક તરફી વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે આત્મનિર્ભર પેનલ દ્વારા તેમના મતદારો ગુજરાતના જુદા-જુદા ભાગોમાંથી આવતા હોવાથી તેઓ અહીં સમયસર નહીં પહોંચી શકે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે અને સાથે સાથે ચૂંટણીઓમાં પ્રગતિ પેનલ દ્વારા ગેરરીતિઓ આચરાય તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. ત્યારે સરકારની ઉદ્યોગ જગત માટેની નીતિઓ યોજનાઓ અને ઉદ્યોગ જગતના નિર્ણયને આવકારવો કે પછી તેની ટીકા-ટિપ્પણી વગેરેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવે છે, ત્યારે ઉદ્યોગ જગત પ્રતિનિધિત્વ કરતી આ સંસ્થાના મહત્વને જોતા ચૂંટણીઓ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.