ગુજરાતમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, રેલવે વિભાગ દ્વારા 26 ટ્રેનો રદ કરાઈ - Ahmedabad rain news
અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે. આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહીને પગલે રેલવે તંત્ર દ્વારા 11થી 15 ઓગસ્ટ દરમિયાન કુલ 26 ટ્રેનો રદ કરવામાં આવી છે.
ફાઈલ ફોટો
રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાથી અનેક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા અને રવિવારે 26 ટ્રેનો રદ કરવામાં આવી હતી. જ્યારે આવતીકાલે 10 જેટલી ટ્રેનો રદ કરવાની જાહેરાત રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી છે. રવિવારે ચેન્નાઇ-અમદાવાદ એક્સપ્રેસ, વિરમગામ-મહેસાણા પેસેન્જર, વિરમગામ-ઓખા પેસેન્જર, બેંગલોર-જોધપુર એક્સપ્રેસ, અમૃતસર-કોચુવેલી એક્સપ્રેસ, બાંદ્રા-ભુજ એક્સપ્રેસ અને યશવંતપુર-બિકાનેર એક્સપ્રેસ મળીને કુલ 7 ટ્રેનો રદ કરાઈ છે.
- 12 ઓગસ્ટના રોજ સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ, રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ, બેંગલોર-જોધપુર એક્સપ્રેસ, અમદાવાદ-ચેન્નાઇ એક્સપ્રેસ, દેહરાદુન-કોચુવેલી એક્સપ્રેસ અને ઓખા-અર્નાકુલમ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
- 13 ઓગસ્ટના રોજ ગાંધીધામ-બેંગ્લોર એક્સપ્રેસ, બિકાનેર-યશવંતપુર એક્સપ્રેસ, મૈસુર-અજમેર એક્સપ્રેસ, જયપુર-પુણે એક્સપ્રેસ, પોરબંદર સિકંદરાબાદ એક્સપ્રેસ અને સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ રદ કરાઈ છે.
- 14 ઓગસ્ટના રોજ રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ, સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ, જોધપુર-બેંગ્લોર એક્સપ્રેસ, ચેન્નાઇ-અમદાવાદ એક્સપ્રેસ, ચંદીગઢ-કોચ્ચુવેલી એક્સપ્રેસ, પુણે-જયપુર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
- 15 ઓગસ્ટના રોજ યશવંતપુર-જયપુર, જોધપુર-બેંગ્લોર, ચેન્નાઇ-અમદાવાદ, રાજકોટ-સિકંદરાબાદ અને ઓખા-તુતી કોરિન એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવામાં આવી છે.