ગુજરાત

gujarat

ETV Bharat / state

2500 થી વધારે બિસ્માર રોડના ફોટા લોકોએ કોંગ્રેસને સોશિયલ મીડિયા પર મોકલ્યા

અમદાવાદ: શહેરમાં રસ્તાની સ્થિતિ બત્તર અને તહેસનહેસ થઈ છે. જેના કારણે શહેરના નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. શહેરના રોડ-રસ્તા અંગે કોર્પોરેશન વિપક્ષ નેતા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટા મંગાવાયા હતા. સોશિયલ મીડિયા પર 2500થી પણ વધારે ફોટો લોકોએ પાડીને મોકલ્યા હતા.

2500 થી વધારે બિસ્માર રોડના ફોટા લોકોએ વિપક્ષને સોશિયલ મીડિયા પર મોકલ્યા

By

Published : Sep 5, 2019, 11:51 AM IST

લોકોની વ્યથા કમિશ્નર સુધી પહોંચાડવા માટે વિપક્ષ નેતા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા. વિપક્ષ નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં રોડ બનાવવા પાછળ હજાર કરોડ જેટલી રકમ ખર્ચવામાં આવી છે. તેમ છતાં દર વર્ષે રોડ રસ્તાની હાલત ખરાબ હોય છે અને તેના પાછળનું કારણ ભ્રષ્ટાચાર છે. જો કે, આ રજૂઆત કરવા પહોંચેલા લોકોને અંદર એન્ટ્રી આપી ન હતી. જેના કારણે વિપક્ષ નેતા અને ધારાસભ્ય સહિતના લોકોએ બહાર બેસીને વિરોધ કર્યો હતો અને ભારે વિરોધના કારણે અંતે તમામ લોકોને કમિશ્નરને રજૂઆત કરવા માટે જવા દેવામાં આવ્યા હતા.

2500 થી વધારે બિસ્માર રોડના ફોટા લોકોએ વિપક્ષને સોશિયલ મીડિયા પર મોકલ્યા
2500 થી વધારે બિસ્માર રોડના ફોટા લોકોએ વિપક્ષને સોશિયલ મીડિયા પર મોકલ્યા

ABOUT THE AUTHOR

...view details