ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી 24 કેદી મુક્ત, જેલની બહાર સર્જાયા લાગણી ભર્યા દ્રશ્યો - 150th Birth Anniversary of Mahatma Gandhi

અમદાવાદ: ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિતે રાજ્યની જેલોમાંથી 158 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી 24 કેદીઓને પણ આજે મુક્ત કરવામાં આવ્યા છે. કેદીઓ જેલની બજાર આવતા પરિવારજનોને મળ્યાં હતાં. તે સમયે લાગણી ભર્યા દ્રશ્યો જેલની બહાર જોવા મળ્યા હતા.

amdavad

By

Published : Oct 2, 2019, 3:13 PM IST

અમદાવાદ સાબરમતી જેલમાંથી કલમ 125,304,326 જેવા ગુનામાં સજા પામેલા 24 કેદીઓને આજે સરકારના આદેશ બાદ મુક્ત કરવામાં આવ્યા છે. આજીવન કેદ અને ગંભીર ગુના સિવાયના કેદીઓએ 66 ટકા સજા કાપેલી હોય તેમને તેમના વર્તનના આધારે મુક્ત કરવામાં આવ્યા હતા. કેદીઓને ગાંધીજીનું પુસ્તક પણ આપવામાં આવ્યું હતું અને ફરી વાર કોઈ ગુનો ન કરે તેની સલાહ આપવામાં આવી હતી.

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી 24 કેદી મુક્ત કરાયાં, જેલની બહાર સર્જાયા લાગણી ભર્યા દ્રશ્યો
કેદીઓ જેલની બહાર આવ્યા બાદ તેમણે અંદર કરેલા કામ માટે મહેનતાણું પણ આપવામાં આવ્યું હતું.જેલની બહાર સવારથી જ કેદીઓને પરિવારજનો પણ તેમને લેવા માટે પહોંચી ગયા હતા. કેદીઓ બહાર આવ્યા બાદ પોતાના પરિવારજનોને મળ્યા હતા. પરિવારજનો અને કેદીઓની આંખમાં આંસુ આવી ગયા હતા, જેથી લાગણી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.ચોરીની સજા કાપીની આવેલા રાજુ પરમાર નામના યુવક પાસે છૂટયા બાદ ઘરે જવાના ભાડાના પૈસા અને પોતાના ઘરે પણ પૈસા નહોતા. જેથી જેલના પોલીસ અધિકારીએ રાહુલ નામના યુવકની મદદ કરી હતી. જ્યારે ભરપોષણના કેસમાં સજા ભોગવીને આવેલા કેદીએ સરકારનો આભાર માન્યો હતો અને ભરપોષણના કેસમાં બંને પક્ષને સજા થાય તેવી સરકારને અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details