ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: UKથી અમદાવાદ પહોંચેલી છેલ્લી ફ્લાઇટના પ્રવાસીઓમાંથી 5 પ્રવાસી કોરોના પોઝિટિવ - કોરોના ટેસ્ટ

લંડનના કોરોનાના કપરા કાળ વચ્ચે આજે UKથી અંતિમ ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર 233 પેસેન્જર સાથે આવી પહોંચી છે. તમામ પેસેન્જરના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આવેલી લંડન ની છેલ્લી ફ્લાઇટ માં 271માંથી 5 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત બીજા લોકોને હોમ ક્વોરેન્ટાઇન થવા સૂચના આપવામાં આવી છે.

gujarat news
gujarat news

By

Published : Dec 22, 2020, 1:08 PM IST

Updated : Dec 22, 2020, 5:45 PM IST

  • UKથી અમદાવાદ ફલાઇટ પહોંચી
  • 271 પેસેન્જર સાથે પહોંચી ફલાઇટ
  • 6 કલાક સુધી પ્રવાસીઓ અંદર જ રહેશે

અમદાવાદ: અમદાવાદ ઇન્ટનેશનલ એરપોર્ટ પર UKથી આવેલી ફલાઇટ પહોંચી હતી. આ ફ્લાઈટમાં 271 પેસેન્જર હતા. લંડનમાં કોરોના સ્ટ્રેઈન વધતા UKથી આવતા તમામય યાત્રીઓને અમદાવાદ એરપોર્ટ પર જ રાખવામાં આવ્યા છે અને તમામના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના રિપોર્ટ આવ્યા બાદ જ લોકોને બહાર જવા દેવામાં આવશે. આ તમામ પ્રવાસીઓમાંથી 5 પ્રવાસીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે અન્ય પ્રવાસીઓને હોમ ક્વોરેન્ટાઇન થવાની સૂચના આપવામાં આવી છે.

લંડનમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ

લંડનમાં કોરોના કોરોના સ્ટ્રેઈનના કારણે સ્થિતિ ખરાબ થઈ છે અને કેસમાં ઉછાળો થયો છે જેથી લોકડાઉન કરવામાં આવ્યું છે જેના કારણે અનેક લોકો ભારત પરત ફર્યા છે, પરંતુ ભારતમાં તે સ્થિતિ ઉભી ના થાય તે માટે 31 ડિસેમ્બર સુધી UK ની ફલાઇટ બંધ કરવામાં આવી છે.

233 પેસેન્જર સાથે અંતિમ ફલાઇટ UK થી અમદાવાદ પહોંચી
પેસનેજરના સ્વજનો એરપોર્ટ બહાર ચિંતામાં271પેસેન્જર સાથે ફલાઇટ પહોંચી છે ત્યારે કેટલાક પેસેન્જરના સ્વજનો તેમને એરપોર્ટ લેવા પહોંચ્યા છે પરંતુ એરપોર્ટ પર ટેસ્ટ કરવાના હોવાને કારણે પેસેન્જરોના સ્વજનોને 6 કલાક જેટલો સમય રાહ જોવી પડશે.પેસેન્જરના રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેમને એરપોર્ટથી સીધા હોસ્પિટલમાં દાખલ કરાશે અને નેગેટિવ આવશે તેમને ઘરે કોરેન્ટાઇન કરવામાં આવશે.
Last Updated : Dec 22, 2020, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details