અમદાવાદ/નર્મદાઆઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે (azadi ka amrit mahotsav) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. તેને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં (Vintage Car rally in Statue of Unity) ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ (21 Gun Salute Heritage and Culture Trust) દ્વારા વિન્ટેજ કારની વિશાળ ડ્રાઇવ યોજાઈ હતી. વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસથી (Vadodara Laxmi Vilas Palace) સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગર સુધીનું અંતર કાપીને આવેલી આ વિન્ટેજ કાર રેલીમાં ઉદ્યોગપતિઓ અને રાજવી પરિવારોની 75 જેટલી વિન્ટેજ કાર સામેલ હતી.
પર્યટકોએ પહેલીવાર જોઈ આવી કારઆ વિશાળ કાર ડ્રાઈવમાં હેરિટેજ કાર્સની એન્ટ્રી (Vintage Car rally in Statue of Unity) અને જમાવડાએ પર્યટકોને આશ્ચર્યચકિત કરી પર્યટકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ વિન્ટેજ કાર રેલીમાં ઘણી એવી કાર હતી, જે પર્યટકોએ પહેલીવાર જોઈ હતી. આવા આયોજનથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત પર્યટન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (statue of unity kevadia) સ્થાનિકો સહિત દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષિત કરશે.
વિશ્વના 27 દેશોથી 35 જજીસ આવ્યા છે21 ગન સેલ્યુટ એન્ડ કલ્ચર ટ્રસ્ટ ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી (21 Gun Salute Heritage and Culture Trust) મદન મોહને જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવની (azadi ka amrit mahotsav) ઉજવણી પ્રસંગે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસથી પ્રસ્થાન (Vadodara Laxmi Vilas Palace)કરી 90 કિલોમીટરનું અંતર કાપીને આ રેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચી (statue of unity kevadia) છે. વિશ્વના 27 દેશોથી આવેલા 35 જજિસ, તેમના પ્રતિનિધિ તેમ જ દેશના ખૂણેખૂણેથી આવેલી આ વિશેષ કારો આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં પહોંચી હતી.
આ પણ વાંચોરાજકોટના પિતા પુત્રની જોડીએ તૈયાર કરી 3 લાખની ઇલેક્ટ્રિક વિન્ટેજ કાર