- ધંધુકાની હાઈસ્કૂલમાં યોજાઈ સ્વૈચ્છિક રક્તદાન શિબિર
- ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા શિબિરનું આયોજન
- શિબિરમાં 203 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું ધંધુકાના યોજાયેલા સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં 203 બોટલ રક્ત એકત્રિત કરાયું
અમદાવાદઃ ધંધુકા તાલુકા કેળવણી મંડલ સંચાલિત ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કૂલમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ હતી. અમદાવાદની ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી શાખા દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કપરા સમયમાં દર્દીઓને લોહીની તાતી જરૂરિયાત રહે છે. તો વળી અકસ્માત, મહિલાની ડિલિવરી વખતે તથા થેલેસિમિયાના દર્દીઓ માટે લોહીની જરૂરિયાત હોય છે. આજે દેશભરમાંથી સ્વયંસેવકો રક્તદાન દ્વારા દર્દી નારાયણની સેવા કરી રહ્યા છે તેવા સમયે સ્વેચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.