અમદાવાદ:વર્ષ 2002ના રમખાણના કેસમાં ગુજરાત સરકારને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તિસ્તા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેની સામે જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે. એસ.આઇ.ટી સહિતની જે પણ તપાસ કરવામાં આવી છે તે ફરિયાદ રદ કરવામાં આવે. જેમાં આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
તાત્કાલિક સુનાવણીનો ઇન્કાર:ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટે તિસ્તા સેતલવાડની તાત્કાલિક સુનાવણીનો ઇન્કાર કર્યો હતો. જસ્ટિસ સંદીપ ભટ્ટે કહ્યું હતું કે જ્યાં વર્ષ 2018 ની અરજીનો બાબતો હજુ પેન્ડિંગ છે ત્યારે હું આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરી શકું નહીં. આ કેસમાં તમને જલ્દીથી નજીકની તારીખ આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે જોકે આ કેસમાં જસ્ટિસ સમીર દવેએ આ અરજીની સુનાવણીમાંથી પોતાને દૂર કર્યા હતા. જસ્ટિસ સમીર દવેએ આ અરજીને નોટ બીફોર મી કરી હતી. જસ્ટિસ સમીર દવેએ આ કેસમાંથી નોટ બીફોર મી કરતા જણાવ્યું હતું કે મારી સામે નહીં તેને અન્ય બેન્ચને સોંપવા ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરો.
શું હતો મામલો ?તિસ્તા સેતલવાડ સામે સહ આરોપીઓ સાથે મળીને કાવતરું ઘડવાનો આક્ષેપ છે. જેમાં તિસ્તા સેતલવાડ સામે ગુજરાતમાં વર્ષ 2002ના કોમી રમખાણોમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓ સામે ખોટા પૂરાવા અને સાક્ષીઓ ઉભા કરવાનો આક્ષેપ છે. આવા કાવતરાથી નિર્દોષ લોકોને મૃત્યુદંડની સજા થાય તેવી શક્યતા હતી. આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે અગાઉ તિસ્તા સેતલવાડની આ કેસમાંથી ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટ ફગાવી ચૂકી છે. તો હાઈકોર્ટ દ્વારા પણ તિસ્તા સેતલવાડના જામીન ફગાવાઈ ચૂક્યા છે. જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા તિસ્તા સેતલવાડને રાહત આપવામાં આવી હતી.
આર.બી. શ્રીકુમારના જામીન મંજૂર: અત્રે મહત્વનું છે કે, અમદાવાદ સેશન્સ કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવતા તરત જ તિસ્તા સેતલવાડે ફરિયાદ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગુજરાતમાં વર્ષ 2002 ના રમખાણો બાદ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનાર તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SITની તપાસ અંતર્ગત સેશન્સ કોર્ટમાં આ કેસ ઉપર સુનાવણી ચાલી રહી છે. જેમાં આર.બી. શ્રીકુમારના જામીન ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.
- Tista Discharge Petition : તિસ્તાની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરવા તિસ્તાના વકીલની સેસન્સ કોર્ટમાં રજૂઆત
- Teesta Setalvad Case : તિસ્તા સેતલવાડની મુશ્કેલીમાં વધારો, આ અરજી Not Before Me - જસ્ટિસ સમીર દવે