ગુજરાત

gujarat

ETV Bharat / state

ધૂળેટીમાં પિચકારી અને રંગની ખરીદી માત્ર 20 ટકા થઇ ગઇ - Buy the same color and syringe for kids

રંગબેરંગી કલર અને ધમલમસ્તીનો તહેવાર એટલે ધુળેટી. પરંતુ આ વર્ષે આ તહેવાર ઘણા લોકોને ચહેરા ઉપર ઉદાસી લઈને આવ્યો છે. કોરોનાના કેસમાં ફરીવાર વધારો થતા પ્રશાસને અમદાવાદમાં જાહેરમાં ધુળેટી ન રમવા આદેશ કર્યો છે. જેની સીધી અસર કલર અને પિચકારી વેંચતા વેપારીઓ ઉપર થઈ છે. તેમણે વેચવા માટે માલ તો ખરીદ્યો પણ ખરીદવા માટે ગ્રાહક જ નથી આવી રહ્યા.

રીટા ક્રેકર્સનો હોલસેલ વેપારી રાજુ
રીટા ક્રેકર્સનો હોલસેલ વેપારી રાજુ

By

Published : Mar 28, 2021, 9:46 AM IST

  • ઉત્તરાયણ સમયે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો
  • કોરોનાના કેસમાં વધારો થતાં વેપારમાં નુકશાન થઇ રહ્યું
  • બાળકો માટે જ રંગ અને પિચકારીની ખરીદી કરવા ગ્રાહકો આવે છે

અમદાવાદ : જાન્યુઆરીમાં ઉત્તરાયણ સમયે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો અને પતંગનો વેપાર પણ ઠીક-ઠીક થયો હતો. ત્યારબાદ પણ સદનતર કેસમાં ઘટાડો થતા સૌ કોઈએ સારા એવા પ્રમાણમાં પિચકારી અને રંગની ખરીદી કરી પણ હવે એકાએક કોરોનાના કેસમાં ફરીવાર વધારો થતાં વેપારમાં નુકશાન થઇ રહ્યો છે.

પિચકારી અને રંગની ખરીદી માત્ર 20 ટકા

આ પણ વાંચો : હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે ડીસા માર્કેટયાર્ડ સાત દિવસ માટે બંધ


ગત વર્ષની સરખામણીએ માત્ર 20 ટકા ગ્રાહકો

ગતવર્ષે ગુજરાતમાં હોળી ધુળેટી બાદ કોરોનાનું સંક્રમણ ફેલાયું હતું. આ વર્ષે તહેવારની સામે એકાએક કોરોના કેસમાં વધારો નોંધાતા તેમજ પોલીસના જાહેરનામના પરિણામે માત્ર બાળકો માટે જ રંગ અને પિચકારીની ખરીદી કરવા ગ્રાહકો આવી રહ્યા છે. બજારમાં માત્ર 20 ટકા જ ગ્રાહકો જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : માસ્ક પહેરીને પણ ધુળેટી રમવાથી કોરોના સંક્રમણ થવાની ભીતી છેઃ મનપા કમિશ્નર બંછાનિધિ પાની


15 કરોડ જેવી ખરીદીની સામે 5-6 લાખની આવક થાય તો પણ સારું

સાબરમતીમાં રીટા ક્રેકર્સનો હોલસેલ વેપાર કરતા રાજુએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં એક અંદાજ પ્રમાણે રંગ અને પિચકારીની ખરીદી 15 કરોડ રૂપિયા જેવી થાય છે. પરંતુ કોરોનાની અસરને કારણે જો 5-6 કરોડની આવક થાય તો પણ ઘણું છે.

ABOUT THE AUTHOR

...view details