અમદાવાદની 2 મહિલાઓએ સન શાઈન પ્રમાણે સાબુ તૈયાર કર્યા - રિસર્ચ
અમદાવાદ: લોકો સનસાઇન અને રાશિ પ્રમાણે પોતાનું વોર્ડરોબ, ઇન્ટીરીયર અને ડ્રેસ ડિઝાઈન કરાવતા હોય છે. આ સિવાય દિવસ અને રાશિ પ્રમાણે કેટલાક લોકો કપડા પહેરતા હોય છે. શહેરની બે મહિલાઓ શિલ્પા અગ્રવાલ તેમજ અદિતિ અગ્રવાલે સનસાઇન પ્રમાણે સાબુ તૈયાર કર્યા છે. શિલ્પા અગ્રવાલે જણાવ્યું હતું કે," આશરે 3 થી 4 વર્ષ પહેલા મારી પુત્રીને માર્કેટમાં મળતાં કેમિકલ સાબુના કારણે સ્કિન એલર્જી થઇ હતી. જે બાદ અમે જાતે જ ઓર્ગેનિક પ્રોડક્ટની મદદથી સાબુ તૈયાર કરતા શીખ્યા તને વેરિએશન લાવવાના વિચારથી અમે સનસાઇન મુજબ સાબુ તૈયાર કરવાનો નિર્ણય કર્યો."
અદિતિ અગ્રવાલે જણાવ્યું કે,"અમે આ સાબુ બનાવા માટે એક થી દોઢ વર્ષ રિસર્ચ કર્યું છે. કારણ કે, નોર્મલ સાબુ તો કોઈ પણ બનાવી શકે, પરંતુ અમે રિસર્ચ દરમ્યાન સનસાઇન પ્રમાણે સાબુ બનવાનું નક્કી કર્યું. આ પાછળ અમારો એક જ ઉદેશ્ય છે કે, લોકો સ્નાન પછી બધી નકારાત્મક વસ્તુઓ ભૂલી ને એક સકારાત્મક દિવસની શરૂઆત કરે. દરેક સનસાઈનનો એક કલર હોય છે. જેમકે વાત કરવામાં આવે લીઓની તો એમાં પીળો કલર હોય છે. એમાં અમે હળદર વાપરવામાં આવે છે. તેવી જ રીતે દરેક સાઇનના કલર પ્રમાણે અમે તૈયાર કરીએ છે. અને લોકોમાં પણ આ ધીરે ધીરે પ્રચલિત થવા લાગ્યું છે. કારણ કે, માર્કેટમાં જે કેમિકલયુક્ત સાબુ મળતા હોય છે. તેના કરતાં આ સાબુ લોકોને વધારે ફાયદો કરે છે. આમ જરૂરી ઓઇલનો પણ ઉપયોગ કરીએ છે. જેના લીધે લોકોમાં એનર્જી આવે છે." અમદાવાદથી ઈશાની પરીખનો વિશેષ અહેવાલ ઈટીવી ભારત...