અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે. અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને ઇન્ડીયન ઓવરસીઝ બેન્કમાં નોકરી કરતા નિલેશભાઇ પરમારે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. તેમની બહેન અને દીકરી વસ્ત્રાપુર GMDC ખાતે ગરબા રમવા ગયા હતાં. જ્યાંથી પાછા ફરતા સમયે GMDC પાસે ખાડામાં એક્ટિવા સ્લીપ થઇ જતા તેમની 18 વર્ષની પુત્રી વૈભવીને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું છે.
અમદાવાદમાં 'મોતના ખાડા', 2 જીવ હોમાયા - 2 people due to pothole
અમદાવાદ: વસ્ત્રાપુર GMDCમાં ગરબા રમીને આવતી યુવતીનું અમદાવાદી ખાડામાં એક્ટિવા લઈ પડી જવાથી મોત થયુ છે. જ્યારે બાપુનગરમાં ખાડામાં પડતા આધેડ પુરૂષે જીવ ગુમાવ્યો છે. અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ વરસાદ બાદ ખાડા પડ્યા છે. આ ખાડા પૂરવા માટે તંત્ર સમક્ષ અનેક રજૂઆતો બાદ પણ પરિણામ શૂન્ય છે. ત્યારે હવે બે લોકોએ જીવ ગુમાવ્યા બાદ સંવેદનશીલ સરકાર ખાડા સામે પણ વિશેષ ઝુંબેશ ચલાવે તે જરૂરી બન્યુ છે.
etv bharat ahmedad
આટલું જ નહીં, બાપુનગરમા પણ ખાડામા પડતા આધેડ નું મોત નીપજ્યું છે. ખાડામાં રીક્ષા પલટી ખાતા વિનોદભાઈ પટની નું મોત થયું છે. જેના લીધે પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
ત્યારે આ મોત માટે જવાબદાર કોણ? અને જવાબદાર સામે સંવેદનશીલ સરકાર શું પગલાં લેશે તે જોવું રહ્યું.