ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇન્કમટેક્ષ રીફંડ આપવાના બહાને છેતરપીંડી કરનારા વધુ 2 નાઈજીરિયન ઝડપાયા - INCOME TEX RIFUND

અમદાવાદઃ સાયબર ક્રાઈમે ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટના ઇન્કમટેક્ષ રીફંડ આપવાના બહાને મેસેજ દ્વારા લીંક મોકલી ભારતીય નાગરિકો સાથે ઠગાઈ કરતી નાઈજીરિયન ગેંગના વધુ ૨ આરોપીઓ ઝડપાયા છે. આ પહેલા પણ આ મામલે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

AHD

By

Published : Jun 18, 2019, 12:27 PM IST

ઇન્કમટેક્ષ રીફંડ આપવાના બહાને છેતરપીંડી કરનાર આરોપીઓ ઇન્કમટેક્ષ રીફંડ મેળવવા માટેની લીંક મોકલીને લોકો પાસેથી બેંકએકાઉન્ટની વિગત અને અન્ય માહિતી મેળવી લેતા હતા. માહિતી મેળવ્યા બાદ ભોગ બનનારના એકાઉન્ટમાંથી જાણ બહાર પૈસા ઉપાડી લેતા હતા.

ઇન્કમટેક્ષ રીફંડ આપવાના બહાને છેતરપીંડી કરનાર વધુ ૨ નાઈજીરિયન ઝડપાયા......

આ મામલે સાયબર ક્રાઈમે અગાઉ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી 3 આરોપીઓ નાઈજીરિયન હતા ત્યારે આજે વધુ 2 આરોપીઓને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે આ આરોપીઓ પણ નાઈજીરિયન જ છે. નાઈજીરિયન આરોપીઓ ભણવાના વિઝાના બહાને ભારત આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details