ગુજરાત

gujarat

ETV Bharat / state

BRTS અકસ્માત: FSL રિપોર્ટમાં ખુલાસો, ડ્રાઈવરની બેદરકારીથી અકસ્માત - Ahmedabad BRTS Accident News

અમદાવાદ: જિલ્લાના પાંજરાપોળ વિસ્તારમાં ગત સપ્તાહે BRTS અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યાં હતાં. આ ઘટનાને કારણે લોકોમાં BRTSને લઈને તંત્રની બેદરકારીથી રોષ વ્યાપી ગયો હતો. જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું હતું. આ ઘટનામાં BRTSના ડ્રાઈવરે પોતાની ભૂલ નહી હોવાનું રટણ કર્યું હતું. જો કે, FSLના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો છે. જાણો અકસ્માતમાં કોની ભૂલ હતી.

BRTS અકસ્માતમાં 2નાં મોત,  ડ્રાઈવરની બેદરકારી આવી સામે
BRTS અકસ્માતમાં 2નાં મોત, ડ્રાઈવરની બેદરકારી આવી સામે

By

Published : Nov 28, 2019, 4:48 PM IST

અમદાવાદમાં પાંજરાપોળ BRTS અકસ્માતને લઈને FSLનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રિપોર્ટને લીધે અકસ્માતનું કારણે તથા કોની ભૂલ હતી. તેની છબી સ્પષ્ટ થઈ હતી. FSLના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, BRTSના ડ્રાઈવરે બ્રેક મારી ન હોવાને લીધે અકસ્માત સર્જાયો હતો. FSLના પ્રાથમિક રિપોર્ટ આવતા ડ્રાઈવરની બેદરકારી સામે આવી હતી. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જણાવ્યા પ્રમાણે આ ઘટના અંગે એક કમિટિ બનાવી છે. આ કમિટિ વધુ તપાસ કરશે.

BRTS અકસ્માતમાં 2નાં મોત, ડ્રાઈવરની બેદરકારી આવી સામે

ABOUT THE AUTHOR

...view details