ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં 2 કંપનીઓએ બેન્કો સાથે કરી કરોડોની ઠગાઈ, CBI એ ગુનો નોંધી તપાસ આદરી - અમદાવાદમાં બેન્કો સાથે ઠગાઇ

રાજ્યમાં ગુનાખોરીમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં 2 કંપનીઓએ બેન્કો સાથે કરોડોની ઠગાઇ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. સીબીઆઇએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

2-companies-committed-crores-of-fraud-with-banks-in-ahmedabad
અમદાવાદમાં 2 કંપનીઓએ બેન્કો સાથે કરી કરોડોની ઠગાઈ

By

Published : Dec 18, 2020, 12:27 PM IST

  • અમદાવાદમાં બેન્કો સાથે કરોડોની ઠગાઇ
  • CBI એ ગુનો નોંધી તપાસ હાથ ધરી
  • CBI ના દરોડા પાડી કાર્યવાહી કરી રહી છે

અમદાવાદ: શહેરની 2 કંપનીઓએ બેન્કો સાથે 500 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. જે બદલ બંને કંપની વિરુદ્ધ CBI માં ગુનો નોંધાયો છે. જે બાદ CBIએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

કઈ-કઈ કંપનીઓએ કરી ઠગાઈ?

મેસર્સ વરીયા એન્જીનીયરીંગ વર્કસ પ્રાઈવેટ લિમિટેડ અને મેસર્સ ગોપાલ પોલીપ્લાસ્ટ લિમિટેડ નામની કંપનીએ ઠગાઈ કરી છે. મેસર્સ વરીયાના સંચાલકોએ 2013 થી 2017 દરમિયાન વિવિધ બેન્કોમાંથી લોન તેમજ ક્રેડીટ, ઓવર ડ્રાફ્ટ લઇ સરકારી કમર્ચારીઓની મદદથી દસ્તાવેજોમાં ઘાલમેલ કરીને 452 કરોડનો ઠગાઈ કરી, જયારે મેસર્સ ગોપાલા પ્લોપ્લાસ્ટના સંચાલકોએ 72.55 કરોડની ઠગાઈ આચરી હતી.

કેવી રીતે કરી ઠગાઈ?

બંને કંપનીના ડિરેક્ટરોએ બેન્ક ખાતામાં ઘાલમેલ કરીને લોન પ્રોસેસમાં ફેરફાર કરીને કરોડો રૂપિયા લઇ બેન્ક સાથે છેતરપિંડી આચરી છે. જે મામલો બેન્કના ફોરેન્સિક ઓડીટ દરમિયાન સામે આવ્યું હતું, જે બાદ ગુનો નોંધવામાં આવ્યો હતો.


CBI એ ગુનો નોંધીને તપાસ હાથ ધરી

સમગ્ર મામલો સામે આવતા CBI એ ગુનો નોંધીને બંને વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. ઘર તથા ઓફિસ એમ અલગ-અલગ જગ્યાઓ પર CBI ના દરોડા ચાલુ છે અને કાર્યવાહી થઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details