ગુજરાત

gujarat

ETV Bharat / state

એક મહિલા અને પુરુષની સાયબર ક્રાઈમના ગુના હેઠળ ધરપકડ - બે લોકોની ધરપકડ

અમદાવાદઃ સાયબર ક્રાઈમ પોલીસે બદનામ કરવાના ઈરાદે ફેક આઈ ડી બનાવનાર એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે. પોલીસે બંને સામે આઈ.ટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એક મહિલા અને પુરુષની સાયબર ક્રાઈમના ગુના હેઠળ ધરપકડ

By

Published : Sep 4, 2019, 4:12 AM IST

સાયબર ક્રાઇમ પોલીસે સોશીયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવીને બીજાને બદનામ કરવાના બદઆશયથી અલગ-અલગ પોસ્ટ મુકવાના આરોપરસર બે ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જુનાગઢના અંકિત વેકરીયાની ધરપકડ કરી છે. અંકિતે તેની સગાઈ તુટી ગઇ હોવાથી યુવતી સાથે બદલો લેવા માટે ફેસબુક પર એક બનાવટી આઇડી બનાવ્યું અને યુવતીની બીજી સગાઇના તસવીરો અપલોડ કરી બદનામ કરવાનો પ્રયાસ કર્યા હતાં.

એક મહિલા અને પુરુષની સાયબર ક્રાઈમના ગુના હેઠળ ધરપકડ

ફરિયાદી યુવતીને આ બાબતની જાણ થતાં જ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજા એક ગુનામાં શાહીબાગમાં રહેતી યાસ્મીનાબાનુ શેખને ફરિયાદી સાથે અવારનવાર પારિવારીક સંબંધોને લઇને તકરાર થઇ હતી. જેને લઇને આરોપીએ ફરિયાદીને બદનામ કરવાના હેતુથી ફરિયાદીના પતિના નામનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. તેમાં બીભત્સ ફોટો તેમજ મેસેજ અપલોડ કર્યાં હતાં.જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસએ આરોપી યાસ્મીનાબાનુની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details