ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકોના ATM સ્કેન કરીને પૈસા પડાવી પાડતા 2 ઈસમની ધરપકડ

અમદાવાદ: ATM ધારકો માટે લાલ બતી સમાન કિસ્સો સામે આવ્યો છે. તમને લાગતુ હશે કે શુું હશે, પણ હવેથી ધ્યાન રાખજો આપણું ATM ગમે ત્યારે સ્ક્રેન થઇ શકે છે અને લાખો રૂપિયા ATMના માધ્યમથી ઉપડી શકે છે. લોકોના ATMને સ્ક્રેન કરી હજારો રૂપિયાની ઉઠાંતરી કરતી ટોળકી હાલ પોલીસ ઝડપી છે. અસલાલી પોલીસ સ્ટેશન અને હરિયાણા પોલીસના, સંયુક્ત ઓપેરશનની મદદથી ટોળકીના બે સભ્યોની પોલીસે ધરપકડ કરી છે.

By

Published : Aug 2, 2019, 7:46 PM IST

લોકોના ATM સ્કેન કરીને પૈસા પડાવી પાડતા 2 ઇસમની ધરપકડ, ETV BHARAT

ઉલ્લેખનીય છે કે અસલાલી પોલીસે સોશિયલ મીડિયાના ગૃપની મદદથી ગુનાનો ઉકેલ કર્યો છે. અન્ય રાજ્યના પોલીસ સોશિયલ મીડિયા ગૃપમાં આરોપીના CCTVના આધારે ફોટા તૈયાર કરી, ગૃપમાં ફોરવર્ડ કર્યા હતા. જે અનુસંધાને હરિયાણા પોલીસે આ ગુનેગારોની ઓળખ કરી અસલાલી પોલીસને આરોપી અંગે માહિતી આપી હતી.

મીડિયા સાથે વાતચીત કરતા અમદાવાદ ગ્રામ્ય DYSP કે ટી કામરીયાએ જણાવ્યું હતું કે આ ટોળકી ભોળા માણસોને ATMમાં મદદ કરી ચાલાકીથી ATM સ્ક્રેન કરી લેતા હતા અને તેના માધ્યમથી જ અન્ય ATM માંથી પૈસા ઉપાડી લેતા હતા. બંને આરોપીએ ચાંગોદર, પોરબંદર અને માધુપુરામાં પણ આ પ્રકારના ગુના કરી લાખો રૂપિયા ATM માંથી ઉપાડી લીધા છે. આરોપી માત્ર ત્રણ અને સાત ધોરણ પાસ છે. તેમ છતાં પણ ચાલાકીથી સામાન્ય માણસોને ભોળ પણનો લાભ લઇ લાખો રૂપિયા ATMમાંથી ઉપાડતા હતા. 26 જૂલાઇએ ચાંગોદરમાં આ પ્રકારનો ગુનો બન્યો હતો. જે અંગે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી.

પોલીસે CCTV ફુટેજની મદદથી આ તમામ આરોપીના ફોટા તૈયાર કર્યા હતા અને ફોટા અન્ય રાજયના પોલીસ સોશિયલ ગૃપમાં ફોરવર્ડ કરાયા હતા. જેમાં હરિયાણા પોલીસે આ આરોપીની ઓળખ કરી હતી. જેથી હરિયાણાથી આ બે આરોપીની ધરપકડ કરી વધુ રિમાન્ડ માટે અહીં લઇ આવવામાં આવ્યા છે. આમ, ગુજરાત પોલીસે ચાંગોદર, પોરબંદર અને માધપુરાનો ગુનાનો ઉકેલ કર્યો છે. આરોપી પાસે હજુ પણ અન્ય ગુના અંગે પૂછપરછ કરાશે. હાલ આરોપી પાસેથી 27 હજાર રુપિયા રોકડ જપ્ત કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details