- ધંધુકાના વિસ્તારમાં 17મી જૂને દુષ્કર્મનો બન્યો હતો બનાવ
- સગીરાની માતાએ ધંધુકા પોલીસમાં 2 આરોપી(Accused)ઓ વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ
- દુષ્કર્મના આરોપીઓ વિરુદ્ધ પોક્સો (Pocso Act)અંતર્ગત ગુનો નોંધ્યો
અમદાવાદઃ ધંધુકા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં એક સપ્તાહ બાદ 17મી જૂને સગીરા પર દુષ્કર્મ આચર્યા અંગે નો બીજો ગુનો નોંધાયો છે, ત્યારે સમગ્ર ધંધુકા વિસ્તારના લોકો આવા દુષ્કર્મ આચરનાર દુષ્કર્મીઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે. સગીરાની માતાએ દુષ્કર્મ આચરનાર 2 આરોપીઓ વિરુદ્ધ ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ધંધુકા પોલીસે IPC કલમ 376 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃકાલાવડ તાલુકામાં કિશોરી પર દુષ્કર્મ, પોલીસે પરપ્રાંતિય નરાધમની ઝડપવા તપાસ હાથ ધરી
ફરાર આરોપીઓને ઝડપી લેવા ચૂસ્ત વોચ ગોઠવી
ધંધુકા તાલુકામાં 15 દિવસના સમયગાળામાં દુષ્કર્મ અંગેના 2 બનાવો નોંધાયા છે. સમગ્ર વિસ્તારમાં લોકો દુષ્કર્મીઓ(Rapist)વિરુદ્ધ ફિટકાર વરસાવી રહ્યા છે. તો ધંધુકા પોલીસે પણ આવા તત્વોને પકડી પાડવા કડક કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સંદર્ભે સગીરાની માતાએ ધંધુકા પોલીસમાં હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત ધંધુકા પોલીસે ફરાર આરોપીઓને ઝડપી લેવા ચુસ્ત વોચ ગોઠવી હતી અંતે બંને આરોપીઓ(accused)ને ધોલેરા રોડ પરથી દબોચી લેવામાં આવ્યા છે.